Tech Tips : શું લેપટોપ કે PCથી ફોન ચાર્જ કરવો જોઈએ? મોટાભાગના લોકો કરે છે આ ભૂલ
સામાન્ય રીતે લોકો કામ પર હોય ત્યારે અથવા જ્યારે તેમની પાસે એડપ્ટર ન હોય ત્યારે તેમના લેપટોપનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ ફોન ચાર્જ કરે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લેપટોપથી મોબાઇલ ચાર્જ કરવો યોગ્ય છે કે નહીં. ચાલો તમને તેના વિશે જણાવીએ.

સ્માર્ટફોન એક એવું ઉપકરણ છે જે દિવસના મોટા ભાગના સમય લોકો સાથે રહે છે. તેનો ઉપયોગ વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક કાર્ય માટે થાય છે. તમે જોયું જ હશે કે ઘણા લોકો લેપટોપ કે PCમાં USB પોર્ટ નાખી ફોન ચાર્જ કરે છે.

સામાન્ય રીતે લોકો કામ પર હોય ત્યારે અથવા જ્યારે તેમની પાસે એડપ્ટર ન હોય ત્યારે તેમના લેપટોપનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ ફોન ચાર્જ કરે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લેપટોપથી મોબાઇલ ચાર્જ કરવો યોગ્ય છે કે નહીં. ચાલો તમને તેના વિશે જણાવીએ.

ખરેખર, તમારે તમારા સ્માર્ટફોનને તેના મૂળ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ. પરંતુ, જો તમારી પાસે ચાર્જર ન હોય અને તમારો ફોન ડિસ્ચાર્જ થવાનો હોય અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ન હોય, તો તમે લેપટોપથી ફોન ચાર્જ કરી શકો છો. પણ, આ વારંવાર ન કરો. જો તમે નિયમિતપણે લેપટોપનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરો છો, તો તેની ફોનની બેટરી પર નકારાત્મક અસર પડી શકે છે.

મોટાભાગના લેપટોપમાં USB પોર્ટ હોય છે જેનો ઉપયોગ ચાર્જિંગ માટે થઈ શકે છે. લેપટોપનો USB પોર્ટ સામાન્ય રીતે ફોનને ચાર્જ કરવા માટે પાવર પૂરો પાડે છે. ફોનને તેની સાથે કનેક્ટ કરીને ચાર્જ કરવામાં આવે છે.

ત્યારે જો વાંરવાર ફોનને લેપટોપથી ચાર્જ કરવામાં આવે તો ચાર્જિંગ સ્પીડ પર અસર પડે છે, લેપટોપનો USB પોર્ટ સામાન્ય રીતે ફોન ચાર્જર કરતા ઓછો શક્તિશાળી હોય છે, તેથી ફોન ચાર્જ કરવામાં વધુ સમય લાગી શકે છે.

ઓવર હિટિંગની સમસ્યા પણ સર્જાય છે, આથી તમારો ફોન વધારે ગરમ થઈ શકે છે અને બંને ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે છે.

લેપટોપથી ફોન વારંવાર ચાર્જ કરવાથી ફોનની બેટરી પર ખરાબ અસર પડી શકે છે. આથી તે ઘણી વાર જલદી ઉતરી જાય છે
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































