Roasted peanuts benefits and Side Effect: અકાળે મૃત્યુની સંભાવના ઘટાડે છે શેકેલી મગફળી, જાણો શેકેલી મગફળી ખાવાના ફાયદા અને નુકસાન
મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના ફાયદાઓને કારણે, તેને રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ. શેકેલી મગફળીનું સેવન શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. મગફળીમાં એવા ગુણધર્મો હોય છે જે સરળતાથી મેટાબોલિજ્મને ઝડપી બનાવે છે, જેનાથી વ્યક્તિને ઊર્જા મળે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. મગફળીમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને કેલ્શિયમ જેવા જરૂરી મિનરલ્સ સારી માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મગફળીનું સેવન મહિલાઓમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. મગફળી એ લો ગ્લાયસેમિક ખોરાક છે, તેને ખાવાથી વ્યક્તિની બ્લડ સુગર વધતી નથી.

મગફળીનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે અન્ય ડ્રાયફ્રૂટ્સ જેટલું જ સારું છે. મગફળીનું સેવન કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓને રોકવામાં પણ ફાયદાકારક છે.

જે લોકો નિયમિતપણે કોઈપણ પ્રકારનો સુકો મેવો (મગફળી સહિત) ખાય છે, તેમનામાં કોઈ પણ કારણ વગર અકાળે મૃત્યુની સંભાવના તે લોકોની તુલનામાં ઓછી હોય છે, જે ક્યારેય પણ નટ્સ(ડ્રાય ફ્રુટ્સ) ખાય છે. મગફળી ખરેખર મૃત્યુદર ઘટાડે છે.

મગફળીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે આખા શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને તમારી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

મગફળી ગેસ્ટ્રિક નોનકાર્ડિયા એડેનોકાર્સિનોમા નામના ચોક્કસ પ્રકારના પેટના કેન્સરના વિકાસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

જો કે મગફળી ખાવાના ફાયદાની સાથે તેના નુકસાન પણ છે જેમાં લીવર ડેમેજ થવાનું જોખમ રહે છે. જ્યારે શેકેલી મગફળી ખાવાથી સાંધાનો દુખાવો વધી શકે છે, મગફળી ખાવાથી એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. જો તમને એલર્જી હોય તો મગફળીનું સેવન કરવું જોઈએ નહીં.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો