Instagram પર હવે ટચ કર્યા વગર પણ Reels કરી શકશો સ્ક્રોલ ! જાણી લો આ ગજબની ટ્રિક
તમારે તમારા Phoneમાં એક નાનું સેટિંગ કરવું પડશે. આ પછી તમને રીલ્સને સ્ક્રોલ પણ નહીં કરવી પડે અને રિલ ઓટોમેટિક બદલાતી રહેશે.

ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરતી વખતે ઘણી વખત હાથ થાકી જાય છે. પછી એવું થાય કે સ્ક્રોલ કર્યા વિના રિલ્સ ઓટોમેટિક બદલાતી હોય તો કેટલું સારું. બસ, તમારી આ જ ઈચ્છા પૂરી કરવા માટે અમે જબરદસ્ત ટ્રિક લાવ્યા છે.

તમારે તમારા Phoneમાં એક નાનું સેટિંગ કરવું પડશે. આ પછી તમને રીલ્સન સ્ક્રોલ પણ નહીં કરવી પડે અને રિલ ઓટોમેટિક બદલાતી રહેશે.

આ માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જાવ

આ પછી, જો તમે થોડું સ્ક્રોલ કરશો, તો તમને ઍક્સેસિબિલિટીનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

ઍક્સેસિબિલિટી પર ક્લિક કર્યા પછી, સેટઅપ વૉઇસ કંટ્રોલ વિકલ્પ પર જાઓ.

અહીં Create New Command પર ક્લિક કરો. હવે તમારા અવાજમાં નેક્સ્ટ કહો અને Run Custom પર ક્લિક કરો. ન્યૂ કમાન્ડ પર હવે જાઓ અને તમારી આંગળીને તે ડાયરેક્શમાં સ્લાઇડ કરો જ્યાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરો છો.

આ પછી, જમણા ખૂણે બતાવેલ સેવ વિકલ્પ પર ક્લિક કરો. હવે ઇન્સ્ટાગ્રામ પર જાઓ અને તેને સ્પર્શ કર્યા વિના 'નેક્સ્ટ' કહીને રીલ્સ જોઈ શકો છો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
