જુવારની રોટલી ખાઇને પણ ઘટાડી શકશો વજન, આ સ્વાસ્થ્ય ફાયદા પણ થશે
આજકાલ વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગનો સહારો લે છે. ડાયેટિશિયને સૂચવેલા ડાયટ પ્લાનને લોકો ફોલો કરે છે.કલાકોના કલાકો જીમમાં વિતાવે છે, ભુખ્યા પણ રહે છે. જે પછી વજનમાં માંડ થોડોક ઘટાડો થાય છે. આ બધી કામગીરી છોડતા ફરી વજન વધવા લાગે છે.જો કે તમે ભરપેટ જમીને પણ વજન ઘટાડી શકો છો.

તમારું ભોજન વજન ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં સૌથી મહત્વની વસ્તુ છે લોટ એટલે કે અનાજ. તમારે ઘઉં અને લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેના બદલે જવ, બાજરી કે જુવારના લોટનો ઉપયોગ કરવો જોઇએ. જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી વજન ઘટે છે.

જુવાર ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સર જેવી બીમારીઓમાં પણ રાહત આપે છે. જુવારમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તે તમારા હાડકાંને મજબૂત બનાવે છે.

મહારાષ્ટ્રમાં લોકો જુવારની રોટલી ખૂબ ખાય છે. તેને મરાઠીમાં 'ભાકર' કહે છે. જુવારની રોટલી ખાવાથી શરીરને હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ મળે છે, જે તમારું પેટ ભરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

જુવારના લોટમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ખાવાથી પાચનતંત્ર પરફેક્ટ રહે છે. તેનાથી તમારું પેટ સરળતાથી ભરાઈ જાય છે અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. જુવારમાં હેલ્ધી રેસા હોય છે જે મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

મહારાષ્ટ્રમાં લોકો જુવારની રોટલી ખૂબ ખાય છે. તેને મરાઠીમાં 'ભાકર' કહે છે. જુવારની રોટલી ખાવાથી શરીરને હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ મળે છે, જે તમારું પેટ ભરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

જુવારમાં કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેથી જુવાર ખાવાથી શરીરને એનર્જી મળે છે. જુવાર એ ગ્લુટેન ફ્રી અનાજ છે. જો તમે ગ્લુટેન ઇનટોલરન્સ ધરાવતા વ્યક્તિ છો તો તમે જુવાર ખાઈ શકો છો. તે શરીર માટે ફાયદાકારક છે.

સામાન્ય ઘઉંનું કાર્બોહાઇડ્રેટ બ્લડ સુગર લેવલ વધારે છે, પરંતુ જો તમે જુવારનો લોટ ખાઓ છો તો કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ બ્લડ સુગર લેવલને તરત જ વધારતા નથી. ડાયાબિટીસના દર્દીએ આ અનાજને તેના આહારમાં સામેલ કરવું જોઈએ.