રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાના લગ્નમાં આદિત્ય ઠાકરેથી લઈને હરભજન સિંહ સુધી કોણે કોણે આપી હાજરી, જુઓ Photos
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. બંનેની ખુશીમાં સામેલ થવા માટે અનેક મોટી હસ્તીઓ લગ્નમાં આવી છે. મહેમાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિતના આ લોકોએ આપી હાજરી...

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા થોડા કલાકોમાં લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્નની રસમ ઉદયપુરના લીલા પેલેસમાં ચાલી રહી છે. ઘણા મહેમાનો પણ એક પછી એક ઉદયપુર પહોંચી રહ્યા છે. આવો તમને જણાવીએ કે અત્યાર સુધી આ લગ્નમાં કોણ-કોણે હાજરી આપી છે.

મહેમાનોની આ યાદીમાં આદિત્ય ઠાકરેનું મોટું નામ છે. આદિત્ય રવિવારે લગભગ 2.10 વાગ્યે ઉદયપુર પહોંચ્યો હતો. તમે જે તસવીર જોઈ રહ્યા છો તેમાં આદિત્ય એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે.

એક નામ પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહનું પણ છે. તે પણ 2 વાગ્યાની આસપાસ ઉદયપુર પહોંચી ગયો હતો. પરિણીતી-રાઘવના લગ્નમાં તેની સાથે તેની પત્ની ગીતા બસરા પણ પહોંચી છે.

પરિણીતી ચોપરાની નજીકની મિત્રોમાંની એક સાનિયા મિર્ઝા પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે. બંનેની ખુશીમાં સામેલ થવા માટે તે પણ સવારે 11.45 વાગ્યે ઉદયપુર પહોંચી ગઈ હતી.

આ સિવાય પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ ઉદયપુર આવ્યા છે. આ લોકો સિવાય દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે જ ઉદયપુર પહોંચ્યા હતા. ભાગ્યશ્રી પણ ઉદયપુરમાં છે.