વાળ ખરવા, તૂટવાની સમસ્યાથી પરેશાન છો ? તો લગાવો આ મેજિકલ હેર માસ્ક
આજકાલ બાળકોથી લઈને યુવાનોમાં વાળને લઈને અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો નાના બાળકો થી લઈને યુવાનોમાં પણ ગ્રે વાળ, ડેન્ડ્રફ, વાળ ખરવા, સ્પ્લિટ એન્ડ અને ડ્રાયનેસ ખૂબ જ સામાન્ય બની ગયા છે. આ બધા પાછળ કેમિકલ યુક્ત પ્રોડક્ટ ઉપયોગ કરવાના લીધે થાય છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આમળા, અરીઠા અને શિકાકાઈનું હેર માસ્ક લગાવીને તમારા વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો. તે વાળના વિકાસમાં પણ વધારો કરી શકે છે.

વાળને હેલ્ધી રાખવા માટે આમળા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.આમળામાં વિટામીન સી અને એન્ટીઑકિસડન્ટ ભરપુર હોવાથી ફોલિકલ્સને સક્રિય કરે છે.જેના પગલે વાળ સ્વસ્થ રહે છે.

ડેન્ડ્રફથી બચવા માટે આમળાનો ઉપયોગ કરી શકાય છે. આમળામાં એન્ટીબેક્ટેરિયલ ગુણો પૂરતી માત્રામાં હોય છે.જેના કારણે તમારી ખોપરી ઉપરની ચામડી સ્વસ્થ રાખવા માટે મદદરુપ થાય છે.

આમળામાં રહેલા ફેટી એસિડ વાળને મજબૂત કરે છે.તેના ઉપયોગથી વાળ તૂટવા અને સ્પ્લિટ થતા અટકે છે.આ સિવાય જો તમારા વાળ ખૂબ જ ડ્રાય છે તો તમે આ માટે શિકાકાઈનો ઉપયોગ કરી શકાય છે.જે તમારા વાળને કન્ડિશન કરે છે.

હેર માસ્ક બનાવવા માટે બે ચમચી આમળા પાવડર, બે ટેબલસ્પૂન અરીઠા પાવડર, બે ચમચી શિકાકાઈ પાવડર અને જરૂર મુજબ પાણી લો.હવે ત્રણેય પાઉડરને એક મોટા વાસણમાં સારી રીતે મિક્સ કરો અને ધીમે ધીમે પાણી ઉમેરો. આ પછી ચમચીની મદદથી એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તમને સ્મૂધ અને ઘટ્ટ પેસ્ટ ન બને. હવે અડધો કલાક રહેવા દો.

માસ્ક લગાવતા પહેલા તમારા વાળને સહેજ ભીના કરી લો. હવે આ માસ્કને માથાની ચામડી અને વાળ પર લગાવો અને જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને લગાવીને રહેવા દો. તે પછી તમારા માથાની ચામડી અને વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો.
