Reliance : અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને આ બે કંપની કરાવે છે સૌથી વધુ કમાણી, જાણી લો ફાયદામાં રહેશો..
S&P ગ્લોબલ રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બમ્પર કમાણી પાછળ ડિજિટલ અને રિટેલ ક્ષેત્રો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. 2026 સુધીમાં, કંપનીના કુલ રોકડ પ્રવાહનો આશરે 60% હિસ્સો આ બે ક્ષેત્રોમાંથી આવશે, જે અસ્થિર હાઇડ્રોકાર્બન વ્યવસાય પરની નિર્ભરતા ઘટાડી રહ્યો છે.

Reliance Industries : S&P ગ્લોબલ રેટિંગ્સ અનુસાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બમ્પર કમાણી પાછળ બે ક્ષેત્રો સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. રિપોર્ટમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ બે ક્ષેત્રો રિલાયન્સના રોકડ પ્રવાહને સતત મજબૂત બનાવી રહ્યા છે અને આગામી વર્ષોમાં વધુ વિશ્વસનીય આવકની અપેક્ષા પણ ઉભી થઈ છે.

S&P ગ્લોબલના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2026 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કુલ ઓપરેટિંગ રોકડ પ્રવાહનો આશરે 60 ટકા હિસ્સો ડિજિટલ અને રિટેલ વ્યવસાયમાંથી આવશે. જ્યારે બાકી 40 ટકા આવક તેલથી રસાયણો (O2C) અને તેલ–ગેસ બિઝનેસમાંથી મળવાની શક્યતા છે. આ દર્શાવે છે કે રિલાયન્સ હવે અસ્થિર હાઇડ્રોકાર્બન બિઝનેસ પર આધારિત રહેવાના બદલે વધુ સ્થિર અને વૃદ્ધિશીલ ક્ષેત્રોની તરફેણમાં આગળ વધી રહી છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2026 સુધી કંપનીનો EBITDA આશરે ₹1.95 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

રિલાયન્સના ડિજિટલ ક્ષેત્રમાં Jio સૌથી મોટું કમાણીનું એન્જિન બનતું જઈ રહ્યું છે. આગામી 12 થી 24 મહિનામાં Jioના વાયરલેસ સબ્સ્ક્રાઇબર બેઝમાં 3 થી 6 ટકા સુધીની વૃદ્ધિ થવાની ધારણા છે. ઉપરાંત, વધુ કિંમતી પ્લાન્સ અને વધતા ડેટા વપરાશને કારણે ARPU (સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા)માં પણ સુધારો જોવા મળશે. નાણાકીય વર્ષ 2026માં ડિજિટલ સર્વિસિસ અને JioStar મળીને EBITDAમાં આશરે ₹80,000 કરોડનો ફાળો આપી શકે છે, જે રિલાયન્સની કુલ આવકના આશરે 43 ટકા છે.

રિલાયન્સનો રિટેલ બિઝનેસ પણ કંપનીની કમાણીમાં મજબૂત આધારસ્તંભ તરીકે ઉભરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026માં રિટેલ ક્ષેત્ર EBITDAમાં આશરે ₹27,000 કરોડ ઉત્પન્ન કરશે એવી ધારણા છે, જે કુલ આવકના લગભગ 14 ટકા હિસ્સો બને છે. દેશભરમાં નવા સ્ટોર્સની શરૂઆત, ઓમ્ની–ચેનલ મોડેલ અને મજબૂત સપ્લાય ચેઇન નેટવર્કના કારણે રિટેલ ગ્રુપના રોકડ પ્રવાહને વધુ વિશ્વસનીયતા મળી રહી છે.

S&P ગ્લોબલ રેટિંગ્સના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખાયું છે કે રિલાયન્સ આગામી 12 થી 24 મહિનામાં પોતાની મજબૂત માર્કેટ પોઝિશન અને નાણાકીય સ્થિરતાને જાળવી રાખશે. કંપનીનો વાર્ષિક મૂડી ખર્ચ ₹1.4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ઉપરાંત, રિલાયન્સ નવીનીકરણીય અને નવી ઊર્જા સેગમેન્ટમાં રોકાણોમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. હાલ આ ક્ષેત્રો કમાણીમાં મોટો ફાળો નથી આપતા, પરંતુ આગામી પાંચ વર્ષમાં આ બિઝનેસ કંપની માટે સૌથી મોટા વૃદ્ધિ ચાલક બની શકે છે.

આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે રિલાયન્સનું ભવિષ્ય હવે Oil-to-Chemical બિઝનેસ પર નહીં પરંતુ Digital, Retail અને આગામી New Energy સેક્ટર્સ પર વધુ આધારિત બનતું જઈ રહ્યું છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પઅહેલ નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Reliance Group : અનિલ અંબાણીની વધી મુશ્કેલી, EDએ ફરી જપ્ત કરી કરોડોની પ્રોપર્ટી
