Junagadh : ધારાસભ્યના સંજય કોરડિયાના ફેક ફેસબુક એકાઉન્ટમાં લોગીન એક્ટિવિટી પાકિસ્તાનથી થયાનો ખુલાસો, જુઓ Video
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે બનેલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો મામલો સામે આવ્યો છે. આ ફેક આઈડીની લોગિન એક્ટિવિટી પાકિસ્તાનથી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ મુદ્દે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય કોરડિયાના નામે નકલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. ધારાસભ્યની છબીને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ફેક આઈડી બનાવવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ફેસબુકના યુઆરએલની લોગિન એક્ટિવિટીમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સર્વિસ પ્રોવાઇડર પાસેથી વધુ વિગતો મંગાવતા ઉપયોગમાં લેવાયેલા ડિવાઇસના આઈએમઈઆઈ નંબર અને મોબાઈલ નંબરની માહિતી મળી છે.
આ આધારે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વનરાજ ફેક્ટરીના હર્ષ ગોઠી નામના વ્યક્તિ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નકલી એકાઉન્ટ પર ધારાસભ્યના ફોટા પણ અપલોડ કરાયા હતા. પાકિસ્તાન કનેક્શન સામે આવતા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.