Breaking News : જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ, 1.26 કરોડનો દંડ ફટકાર્યો, જુઓ Video
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલનો પર્દાફાશ વારંવાર થતો હોય છે. ત્યારે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે. જામનગરની ઓશવાલ આયુષ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલનો પર્દાફાશ વારંવાર થતો હોય છે. ત્યારે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે. જામનગરની ઓશવાલ આયુષ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ જામનગરની વધુ એક હોસ્પિટલ સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઓશવાલ આયુષ હોસ્પિટલ પર 35 દર્દીઓને બિનજરૂરી સારવાર પૂરી પાડીને PMJAY હેઠળ રૂ. 42 લાખ મંજૂર કરાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગેરરીતિ બદલ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરીને રૂ. 1.26 કરોડનો મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ મામલે ડોક્ટર શ્રિપાદ વિવાસ્કરને પણ સસ્પેન્ડ કરાયા છે.
જોકે, ઓશવાલ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગે પોતાના પક્ષમાં જણાવ્યું છે કે, કોઈપણ દર્દી માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલી નથી. હોસ્પિટલના મતે, આ નોટિસમાં દર્દીઓની જે ક્વેરી છે તે “ડિફરન્સ ઓફ ઓપિનિયન” કહી શકાય. હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે કે સરકારશ્રી જ્યારે પણ તેમને સમક્ષ બોલાવશે ત્યારે તેઓ જરૂરી પુરાવાઓ સાથે પોતાનો પક્ષ રજૂ કરશે.
