Plant In Pot : ઘરે જ ઉગાડો તુરીયાનો વેલો, કમળા સહિતની બીમારીઓને રાખશે દૂર, જુઓ તસવીરો
આજકાલ મોટાભાગના લોકોને લીલા - શાકભાજી, ફળ, ફુલ સહિતના છોડ ઘરે ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે ઘરે કૂંડામાં કેમિકલ મુક્ત શાકભાજી ઉગાડવા માટે કેટલીક ટીપ્સ અપનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે તુરીયાનો વેલો ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

ઘણી વખત બીજ કે છોડ ઉગાડીએ ત્યારે છોડ સારી રીતે ઉગતો નથી. છોડ ઉગાડતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે ઉત્તમ ગુણવત્તા વાળી બીજ દુકાનમાંથી લાવવા અથવા તો છોડને નર્સરીમાંથી લાવુ જોઈએ.

તુરીયાનો વેલા ઉગાડવા માટે એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી લો. ત્યારબાદ ઉચિત પ્રમાણમાં ખાતર ઉમેરીને મિક્સ કરો. હવે તુરીયાના બીજને 2-3 ઈંચ ઉંડાઈએ મુકી તેના ઉપર માટી નાખ્યા બાદ ઉપરથી પાણી પીવડાવો.

તમારે માટી વધારે ફળદ્રુપ બનાવવા માટે તેમાં 50 ટકા કોકો-પીટ અને 50% વર્મીકમ્પોસ્ટ મિક્સ કરી શકો છો. ત્યારબાદ બીજ અંકુરિત થાય ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ કરતા રહો.

જો તમે રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવા નથી માગતા તો તમે ઘરે જ જંતુનાશક દવા બનાવી શકો છો. તેના માટે તમારે લીંબુ, બેકિંગ સોડા, વિનેગર સહિતની વસ્તુને મિક્સ કરીને જંતુનાશક દવા બનાવી શકો છો.

જ્યારે છોડ ઉગવા લાગે ત્યારે પોટની અંદરની બાજુમાં લાકડીનો ટેકો મુકો અને તેને દોરીથી બાંધવું જોઈએ. જેથી વેલો નીચે ન પડે. તુરીયાનો છોડ આશરે 5-6 મહિનામાં તૈયાર થઈ જશે.
