ગોમતીપુરમાં મકાન ધરાશાયી થતા સ્થાનિકોને શેલ્ટર હાઉસ ખસેડાયા, મકાનો પર ભયજનકના સ્ટીકર લગાવાયા, જુઓ Photos
અમદાવાદમાં ગોમતીપુરમાં કવાટર્સનો બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ફસાયેલા 26 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. ગોમતીપુરની આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવા તેમજ ડીવાયએમસી સતિષ પટેલ પણ સર પર પહોંચ્યા હતા.

અમદાવાદમાં ગોમતીપુરમાં કવાટર્સનો બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ફસાયેલા 26 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. ગોમતીપુરની આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવા તેમજ ડીવાયએમસી સતિષ પટેલ પણ સર પર પહોંચ્યા હતા. જે પછી ઘટના અંગે માહિતી મેળવી સી બ્લોકમાં રહેતા સ્થાનિકોને પહેલા શેલ્ટર હાઉસમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

લોકોની સંખ્યા અને સામાન વધુ હોવાથી શેલ્ટર હાઉસના બદલે આ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયની મુલાકાતમાં ધારાસભ્ય દિનેશ કુશવાહે સભ્યોની સહમતી અને સમજાવટ બાદ રી ડેવલોપમેન્ટ કરી નવા મકાનો બનાવવામાં આવશે તેવી ખાતરી આપી.

તો બીજી તરફ DyMCએ જણાવ્યુ કે અનેકવાર અહીંના ઘરોને નોટિસ આપી છતા પણ લોકો અહીં રહે છે. ત્યાં સુધી સ્થાનિકોને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેમ પણ dymc એ જણાવ્યું. જેમાં હાલ કવાટર્સના 3 બ્લોકમાં 96 જેટલા મકાન માંથી પ્રથમ જે સી બ્લોકમાં બનાવ બન્યો ત્યાંના 32 મકાનમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા.

ગોમતીપુરની આ ઘટનામાં ડીવાયએમસી અને કોર નોટિસ આપ્યા હોવાનું જણાવ્યું. તો બીજી તરફ સ્થાનિકોએ તેઓને કોઈપણ નોટિસ મળી નહીં હોવાનું જણાવ્યું. જે બંને બાબતોએ વિસંગતતા સર્જી છે તેમ જ ઘટના બન્યા બાદ કોર્પોરેશન દ્વારા સી બ્લોકમાં ભયજનક મકાનની નોટિસોના સ્ટીકરો પણ લગાવ્યા છે.

લોકોને ખસેડીને મોટી હોનારત ન સર્જાય તે માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પ્રક્રિયા દરમિયાન DyMCએ નિવેદન આપ્યું કે ઘટના બનતા ફરી નોટિસ આપવામાં આવી. તો શહેરમાં અન્ય કવાટર્સ પણ જર્જરિત બન્યા હોવાનું DyMCએ જણાવ્યું.