ફોન ચાલુ હશે તો પણ સામેની વ્યક્તિને બતાવશે “Switch off “, કરી લો બસ આ સેટિંગ
જો તમે વારંવાર ફોન કરનારાઓથી પરેશાન થાવ છો, તો તરત જ તમારા ફોનમાં આ સેટિંગ કરો. તમારે આના માટે બહુ કંઈ કરવું પડશે નહીં. આ સ્ટોરીમાં જાણી આ ટ્રિક

ઘણીવાર એવું બને છે કે તમે ક્યાંક અટવાઈ ગયા છો અને ફોન એટેન્ડ કરવા નથી માંગતા. ઘણી વખત એવી સમસ્યા સર્જાય છે કે તમે ન તો ફોનને ડિસ્કનેક્ટ કરી શકો છો અને ન તો તમારું કામ રોકી શકો છો. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને જણાવીશું કે તમારો ફોન ચાલુ હશે તો પણ સામે વાળી વ્યક્તિને તમારો ફોન સ્વિચ ઓફ બતાવશે. ત્યારે ચાલો જાણીએ આ ટ્રિક વિશે.

આ માટે, પહેલા કૉલ્સ સેક્સનમાં જાઓ, પછી સપલીમેન્ટરી સર્વિસ પર ક્લિક કરો. આ વિકલ્પ અલગ-અલગ ફોનમાં અલગ-અલગ નામથી ઉપલબ્ધ હોઈ શકે છે.

આ પછી, અહીં કોલ વેઇટિંગનો વિકલ્પ બતાવવામાં આવશે. ઘણા સ્માર્ટફોનમાં કોલ વેઇટિંગ વિકલ્પ ડિફોલ્ટ રૂપે ચાલુ છે. ત્યારે આ કૉલ વેઇટિંગ વિકલ્પને ડિસએબલ કરો.

આ પછી, અહીં આપેલા કોલ ફોરવર્ડિંગ ઓપ્શન પર જાઓ. જો તમે કૉલ ફોરવર્ડિંગના વિકલ્પ પર ક્લિક કરો છો, તો તમને અહીં બે વિકલ્પો મળશે, વૉઇસ કૉલ્સ અને વીડિયો કૉલ, આમાંથી વૉઇસ કૉલના ઑપ્શન પર ક્લિક કરો.

અહીં તમને ચાર વિકલ્પો બતાવવામાં આવશે, તેમાંથી Forward when Busy ના વિકલ્પ પર જાઓ. ફોરવર્ડ વ્હેન બિઝીના ઓપ્શન પર ક્લિક કરતાની સાથે જ તમારે અહીં તે નંબર એન્ટર કરવાનો રહેશે જેના પર કોલ ફોરવર્ડ કરવામાં આવશે, એક વાતનું ધ્યાન રાખો કે તમારે ફક્ત તે જ નંબર દાખલ કરવો જોઈએ જે બંધ હોય.

આ પછી નીચે આપેલ Enable વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, જ્યારે પણ કોઈ ફોન કરે છે, ત્યારે ફોન સ્વીચ ઓફ થઈ જાય છે.

આ એપ કોલ કરનારનું નામ જણાવશે : જો તમે ઈચ્છો છો કે જ્યારે પણ કોઈ ફોન કરે તો તમે દૂર બેસીને જાણી શકો છો કે કોનો ફોન આવી રહ્યો છે. તો આ ટ્રીક અજમાવો. આ માટે ટ્રુ કોલર પર જાઓ અને ત્રણ ડોટ પર ક્લિક કરો. સેટિંગ્સ વિકલ્પ પર જાઓ અને કૉલ્સ પર ક્લિક કરો. જો તમે થોડું નીચે સ્ક્રોલ કરશો, તો કૉલની જાહેરાત કરવાની સુવિધા દેખાશે. કૉલની જાહેરાત કરવાની સુવિધા ચાલુ કરો. આ પછી, જ્યારે પણ કોઈ તમને કૉલ કરશે, તમારો ફોન તેનું નામ વાંચશે. તમે આ ટ્રીકને એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર અજમાવી શકો છો.
