Ahmedabad : આ વ્યક્તિ છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છે એડ્રેસ ઓન કોલની અનોખી સેવા, જાણો
તમે જો નવા શહેરમાં જાઓ તો ચોક્કસ તમને અજાણ્યા નિર્ધારિત સ્થળે પહોંચવા તકલીફ પડે. પરંતુ તમે અમદાવાદમાં આવશો તો સોલા બ્રિજ થી સાયન્સ સીટી સુધીના વિસ્તારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમદાવાદમાં છેલ્લા 11 વર્ષથી રોહિત પટેલ નામના વ્યક્તિ આપી રહયા છે એવી સેવા જેના થકી તમને કોઈ લોકેશન નહીં મળે તો ફક્ત એક કોલ પર તમને તમારા નિર્ધારિત લોકેશન પર પહોંચાડશે.

તમે જો નવા શહેરમાં જાઓ તો ચોક્કસ નિર્ધારિત વિસ્તારમાં પહોંચવા તકલીફ પડે પરંતુ તમે અમદાવાદમાં આવશો તો સોલા બ્રિજ થી સાયન્સ સીટી સુધીના વિસ્તારમાં ચિંતા કરવાની જરૂર નથી.

અમદાવાદમાં છેલ્લા 11 વર્ષથી રોહિત પટેલ નામના વ્યક્તિ આપી રહયા છે એવી સેવા જેના થકી તમને કોઈ લોકેશન નહીં મળે તો ફક્ત એક કોલ પર તમને તમારા નિર્ધારિત લોકેશન પર પહોંચાડશે. જે નંબર માતે પણ ઠેર ઠેર બોર્ડ લગાવવામાં આવ્યા છે.

રોહિત પટેલ દ્વારા અમદાવાદમાં એડ્રેસ પૂછપરછની સેવા આપવામાં આવી રહી છે જેના 11 વર્ષ વિતી ગયા છે. આ 11 વર્ષ દરમિયાન રોહિત પટેલ દ્વારા અંદાજે 13000 એડ્રેસ લોકોને ફોન પર બતાવ્યા છે.

આજ થી 25 એક વર્ષ પહેલાં રોહિત પટેલ બોમ્બે ગયા હતા ત્યારે તેમણે એક ભાઈને એડ્રેસ પૂછ્યું હતું. ત્યારે એ વ્યક્તિએ એડ્રેસ બતાવવાનાં 25 રૂપિયા લીધા હતા.

એડ્રેસ પૂછવા વાળાને કોઈ તકલીફ નાં પડે કોઈને રૂપિયા નહી આપવા પડે તે માટે અમદાવાદમાં એડ્રેસ પૂછપરછની સેવા ચાલુ કરી છે. રોહિત પટેલ ભારતમાં ગમે ત્યા હોય તો પણ જો કોઈ ફોન કરીને એડ્રેસ પૂછે તો તેઓ તે જગ્યા પરથી એડ્રેસ બતાવે છે.