Rathyatra 2022: શાંતિપૂર્વક સંપન્ન થઈ ભગવાન જગન્નાથની રથયાત્રા, કોરોનાકાળ બાદ પ્રથમવાર આયોજન હોય લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, જુઓ ફોટો

ગુજરાત પોલીસના (Gujarat Police) જે જવાનો, કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઈન્ટ પર તૈનાત છે, તેમને પણ પહેલીવાર 2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા, તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 9:22 PM
અષાઢી બીજના પાવન અવસરે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું.

1 / 5
આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા 65 મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે, તે પણ મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વક જોયો હતો. હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી.

2 / 5
અમદાવાદ શહેર પોલિસ અને મહાનગરપાલિકા એમ બંને દ્વારા 100થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળપળની નિગરાની કરવામાં આવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી આ પ્રસંગે જાણી હતી.

3 / 5
તેમણે આ વર્ષની રથયાત્રામાં અખાડા-ભજન મંડળીઓ તથા ટ્રક અને યાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જી.પી.એસ. સિસ્ટમથી થઇ રહ્યું છે તે પણ ડેશબોર્ડની વિડિયો વોલ પર જોયુ હતું. સમગ્ર યાત્રાનું 46 ફિક્સ્ડ લોકેશન સહિત અન્ય મુવિંગ, વિહિકલ માઉન્ટેડ કેમેરા અને હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરાથી જે સતત મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

4 / 5
આ ઉપરાંત મુખ્યમંત્રીએ અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી નિહાળ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">