AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : બીજી ઓવરના પહેલા જ બોલ પર દિલ્હીના ખેલાડીએ કરેલી મોટી ભૂલ બની કેપિટલ્સની હારનું કારણ

દિલ્હી કેપિટલ્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 7 વિકેટે પરાજય થયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે છઠ્ઠી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. દિલ્હીની ટીમે બીજું સ્થાન મેળવવાની તક ગુમાવી હતી. કોલકાતાની ઈનિંગની બીજી જ ઓવરના પહેલા બોલ પર ફિલ્ડિંગમાં કરેલ ભૂલના કારણે દિલ્હી આ મેચ હાર્યું હતું.

IPL 2024 : બીજી ઓવરના પહેલા જ બોલ પર દિલ્હીના ખેલાડીએ કરેલી મોટી ભૂલ બની કેપિટલ્સની હારનું કારણ
Delhi Capitals
| Updated on: Apr 29, 2024 | 11:52 PM
Share

IPL 2024 ની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને એકતરફી ફેશનમાં 7 વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીની ટીમ બેટિંગની સાથે બોલિંગમાં પણ ભારે ફ્લોપ સાબિત થઈ હતી. દિલ્હીની ટીમ 20 ઓવરમાં માત્ર 153 રન બનાવી શકી હતી. જવાબમાં કોલકાતાએ 17મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

ફિલ સોલ્ટની આક્રમક ઈનિંગ

કોલકાતાની જીતમાં વરુણ ચક્રવર્તીનું મહત્વનું યોગદાન હતું, જેણે માત્ર 16 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બેટિંગમાં ફિલ સોલ્ટે 33 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ જમણા હાથના બેટ્સમેને પોતાની ઈનિંગમાં 5 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. ફિલ સોલ્ટની આ આક્રમક ઈનિંગે જ દિલ્હીની હારનો પાયો નાખ્યો હતો.

ફિલ સોલ્ટની કેચ છોડવી ભારે પડી

KKRની ઈનિંગની બીજી ઓવરના પહેલા બોલ પર ખલીલ અહેમદની બોલિંગમાં લિઝાદ વિલિયમ્સે બાઉન્ડ્રી પર ફિલ સોલ્ટનો કેચ છોડ્યો હતો. તે સમયે સોલ્ટ માત્ર 15 રન પર રમી રહ્યો હતો. આ કેચ છોડ્યા બાદ તેણે વધુ 53 રન બનાવ્યા, પોતાની ફિફ્ટી પણ પૂર્ણ કરી અને વધુ આક્રમક બેટિંગ કરી KKRની જીતનો પાયો નાખ્યો હતો. જો સોલ્ટનો કેચ પકડ્યો હોત તો કદાચ દિલ્હી કોલકાતાને રોકવામાં સફળ રહ્યું હોત. આ એક ભૂલ દિલ્હીની હારનું કારણ બની હતી.

દિલ્હી બીજા સ્થાને પહોંચવાનું ચૂકી ગયું

તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ પાસે આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવાની તક હતી પરંતુ KKRએ આવું થવા દીધું નહીં. KKRએ 9 મેચમાં છઠ્ઠી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. દિલ્હીની ટીમ બીજા સ્થાને છે. રાજસ્થાનની ટીમ નંબર વન પર છે.

ટોસ જીતતાની સાથે જ દિલ્હી મેચ હારી ગયું!

રિષભ પંતે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સિક્કાની દાવ જીતી લીધી હતી પરંતુ તેણે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરીને ખોટો નિર્ણય લીધો હતો. પંતના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું કારણ કે કોલકાતાની પીચ પર પહેલા બેટિંગ કરવી એટલી સરળ ન હતી. કોલકાતાની પીચ પર દિલ્હીના બેટ્સમેનો અટકી ગયા હતા. શો, કે મગરકે, શે હોપ, રિષભ પંત, ટ્રિસ્ટન સ્ટબ્સમાંથી કોઈ મોટી ઈનિંગ ના રમી શક્યું. કુલદીપ યાદવની ઈનિંગના આધારે દિલ્હી કોઈક રીતે 150ને પાર કરી શક્યું હતું.

આ પણ વાંચો : T20 World Cup 2024: આ દિવસે થશે ટીમ ઈન્ડિયાની પસંદગી, આ ખેલાડીઓની પસંદગી ખતરામાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">