તડકામાંથી ઘરે પરત ફરીને જો તમે પણ કરો છો આ ભૂલો, તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
29 April, 2024
Image - Socialmedia
આકરા તડકા અને વધતા તાપમાનના કારણે લોકોની હાલત દયનીય બની છે.
Image - Socialmedia
ચામડી દઝાડતા તડકામાં ઘરની બહાર ન નીકળવાની નિષ્ણાતો સલાહ આપે છે.પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામને કારણે વ્યક્તિને તડકામાં બહાર જવું પડે છે.
Image - Socialmedia
ઘણી વખત તડકામાંથી ઘરે પરત ફર્યા બાદ લોકો એવી ભૂલો કરે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે
Image - Socialmedia
જો તમે પણ બહાર તડકામાંથી ઘરે આવીને આવી ભૂલો કરો છો તો ચેતી જજો
Image - Socialmedia
તડકામાંથી ઘરે પરત ફરતા તરત ના પીવું જોઈએ ફ્રીજનું પાણી કારણ કે તમારા શરીરનું તાપમાન ઊંચું હોય છે ત્યારે તમે ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો તો તે તમારું સ્વાસ્થ્ય બગાડે છે
Image - Socialmedia
તડકામાંથી ઘરે પહોંચતા જમવા ન બેસવું જોઈએ તેની વિપરીત અસર તમારા પાંચન પર પડે છે આથી પહેલા થોડી મિનિટ આરામ કરવો જોઈએ.
Image - Socialmedia
ગરમીમાંથી ઘરે પહોચતા જ સ્નાન ક્યારેય ન કરવું કારણે તેનાથી શરીરનું તાપમાન બદલાવા લાગે છે. ગરમી અને ઠંડીના કારણે તાવ અને શરદી થઈ શકે છે.
Image - Socialmedia
આથી ઉનાળામાં ઘરે પહોંચતા જ તમે પહેલા થોડો સમય આરામ કરો અને ઓછામાં ઓછા અડધો કલાક પછી સ્નાન કરો.
Image - Socialmedia
ગરમીમાંથી ઘરે પહોચતા તરત ACમાં ના બેસતા, આવું કરવાથી શરીર પર ગંભીર અસર થાય છે. આથી થોડો સમય શરીરનું તાપમાન સેટ થાય પછી AC સામે બેસવું