જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

29 April, 2024

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા માગે છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગને હજુ વધુ સમય નથી થયો.

હવે બંને કપલ માટે બીજા પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, અંબાણી પરિવારે 28 થી 30 મે વચ્ચે અનંત અને રાધિકા માટે ખાસ પ્રી વેડિંગ સેલિબ્રેશન ફંક્શનનું આયોજન કર્યું છે.

અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન સાઉથ ફ્રાન્સમાં સમુદ્રની વચ્ચે એક ક્રુઝ શિપ પર યોજાવા જઈ રહ્યું છે.

અનંતની માતા નીતા અંબાણી પોતે આ ઈવેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે.

માર્ચની શરૂઆતમાં, અંબાણી પરિવારે જામનગરમાં અનંત અને રાધિકા માટે એક ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું.

સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગપતિઓ, રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જામનગર પહોંચ્યા હતા.