ચહેરા પરના ડિમ્પલ માત્ર થોડા માણસોમાં જ કેમ દેખાય છે, આ પાછળ છે વિજ્ઞાન

Dimple: હેલ્થલાઈનનો રિપોર્ટ કહે છે કે વ્યક્તિના બંને ગાલ પર ડિમ્પલ હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે એક ગાલ પર પણ હોઈ શકે છે. ડિમ્પલ ચહેરાના સ્નાયુઓને કારણે થાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો ચહેરાની પાછળ ઘણા સ્નાયુઓ હોય છે.

May 08, 2022 | 5:41 PM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

May 08, 2022 | 5:41 PM

પ્રીતિ ઝિન્ટા, બિપાશા બાસુ, દીપિકા પાદુકોણ અને શર્મિલા ટાગોર… આ અભિનેત્રીઓમાં એક વસ્તુ સૌથી કોમન છે તેમના ચહેરા પરના ડિમ્પલ. અલબત્ત, તેનાથી ચહેરાની સુંદરતા વધે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં એક પ્રકારની જિનેટિક ખામી હોય છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકોમાં ડિમ્પલનો એવો ક્રેઝ છે કે સર્જરી દ્વારા તેને ગાલ પર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જાણો શા માટે આવું થાય છે.

1 / 5
હેલ્થલાઈનનો રિપોર્ટ કહે છે કે વ્યક્તિના બંને ગાલ પર ડિમ્પલ હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે એક ગાલ પર પણ હોઈ શકે છે. ડિમ્પલ ચહેરાના સ્નાયુઓને કારણે થાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો ચહેરાની પાછળ ઘણા સ્નાયુઓ હોય છે. તેમાંથી સૌથી અગ્રણી ઝાયગોમેટિકસ છે. આ સ્નાયુ માનવ ચહેરા પર દેખાતા હાવભાવ માટે જવાબદાર છે.

2 / 5
સામાન્ય રીતે આ સ્નાયુ ગાલના હાડકાથી શરૂ થાય છે અને મોં તરફ નીચે જાય છે. ડિમ્પલ પડનારા ચહેરા પર આ સ્નાયુ બે અલગ અલગ જૂથોમાં વિભાજિત થાય છે. એક જુથ મોંના એક ખૂણા સાથે અને બીજું મોંની બીજી બાજુ સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ હસે છે, ત્યારે આ વિભાજિત સ્નાયુઓના ખેંચાણને કારણે ગાલ પર ડિમ્પલ્સ થાય છે.

3 / 5
જ્યારે બાળક માતાના ગર્ભમાં વિકાસ કરી રહ્યું હોય ત્યારે જ ચહેરા પર ડિમ્પલ્સનો વિકાસ થાય છે. જો કે તેની વ્યક્તિ પર કોઈ નકારાત્મક અસર થતી નથી. તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે, લોકો ચહેરા પર ડિમ્પલ લાવવા માટે સર્જરી કરાવી રહ્યા છે. સર્જરી કરાવનાર લોકો માને છે કે તેનાથી ચહેરાની સુંદરતા વધે છે.

4 / 5
વિજ્ઞાન કહે છે, પેઢી દર પેઢી માણસના ચહેરા પર ડિમ્પલ જોવા મળે છે. ભલે તેને સુંદરતા સાથે ઉમેરીને જોવામાં આવે છે, પરંતુ વિજ્ઞાનની ભાષામાં તેને આનુવંશિક ખામી કહેવામાં આવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ કેસ વધુ જોવા મળે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati