Oats Benefits : શું તમે રોજ નાસ્તામાં ઓટ્સ ખાઓ છો? તો જાણી લો આ મહત્વની બાબતો
Oats Side Effects : ઓટ્સને આપણે હેલ્ધી ફૂડની કેટેગરીમાં રાખીએ છીએ. પરંતુ ઓટ્સ કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઓટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Oats Side Effects : સવારના નાસ્તાને આખા દિવસનો જરૂરી ખોરાક કહેવામાં આવે છે. હંમેશા એક્સપર્ટ લોકોની સલાહ આપે છે કે કોઈ પણ સ્થિતિમાં સવારનો નાસ્તો સ્કીપ ન કરવો જોઈએ. આ માટે બ્રેકફાસ્ટમાં આરોગ્યપ્રદ ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. મોટા ભાગે લોકો સવારના નાસ્તામાં ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. ઓટ્સમાં પ્રોટિન, કેલ્શિયમ, અને ડાઈટ્રી ફાઈબર જેવા તમામ ન્યૂટ્રિયન્સ જોવા મળે છે. (Credit Source : Social Media)

ઓટ્સ શરીર માટે હેલ્ધી સારા માનવામાં આવે છે. ઘણી વાર એવું બને છે કેટલાક લોકોને તાસીર પ્રમાણે ઓટ્સ માફક આવતા નથી તો તેની નેગેટીવ અસર શરીર પર જોવા મળે છે. જો તમે સવારના નાસ્તામાં ફ્લેવર ઓટ્સ વગેરે ખાવાનું રાખો છો તો તમારે વિચારવા જેવી બાબત છે.

એલર્જીની સંભાવના - કદાચ ઓછા લોકોને જ ખબર હશે કે ઓટ્સથી એલર્જી પણ થાય છે. કેટલાક લોકોને ઓેટ્સ ખાધા પછી ચામડીને લગતી બિમારીઓ થઈ શકે છે.

બ્લડ સુગર વધે - ઓટ્સ કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટની કેટેગરીમાં આવે છે. પણ તેને વધારે ખાવાથી બ્લડ સુગર વધે વધે છે. ખાવા પર આધાર રાખે છે કે તે સુગર વધારશે કે ઓછી કરશે. મીડિયમ પ્રમાણે ખાવું હિતાવહ છે.

પ્રોસેસ્ડ ઓટ્સ - બજારમાં ઘણા પ્રકારના ઓટ્સ ઉપલબ્ધ છે. કેટલાક ઓટ્સ એવા હોય છે જેમાં સ્વાદની સાથે-સાથે ઝટપટ બનાવવાનો વિકલ્પ પણ હોય છે. આ ઘણી પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. તે જ સમયે તેમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે હાનિકારક રસાયણો પણ ઉમેરવામાં આવે છે. જો તમે આ પ્રકારના ઓટ્સનું નિયમિત સેવન કરો છો, તો તે ચોક્કસપણે તમારી સમસ્યાઓમાં વધારો કરશે.

પાચનક્રિયા - ઓટ્સમાં ગ્લૂટેન નથી હોતું પણ કેટલાક લોકોને પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. વધારે ફાઈબરની માત્રા હોવાના કારણે કેટલાક લોકો કોબ્લોટિંગ અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓને ટ્રિગર કરે છે. જો તમે પણ રોજીંદા જીવનમાં વધારે માત્રામાં ઓટ્સ ખાતા હોય તો આ બાબતો વિશે વિચારવા જેવું છે.