AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST આવકનો નવો રેકોર્ડ, સરકારને એપ્રિલમાં 2,37,000 કરોડની થઈ આવક

એપ્રિલ મહિનામાં, સરકારે GST કલેક્શનમા નવો વિક્રમ રચ્યો છે. આજ સુધી, એપ્રિલમાં જેટલું કલેક્શન થયું છે તેટલું અગાઉ ક્યારેય થયું નથી. ખાસ વાત એ છે કે ચાલુ વર્ષના ચાર મહિનામાં સરકારને GSTથી 8 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થવા પામી છે. આનો અર્થ એ થયો કે દર મહિને સરેરાશ 2 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2025 | 7:35 PM
સરકારની GSTની આવક મહિને દર મહિને સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2025- 2026 ના પહેલા મહિનામાં જ સરકારે GST કલેક્શન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ 2025ના એપ્રિલ મહિનામાં જીએસટીની આવકમાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

1 / 5
નિષ્ણાતોના મતે, જીએસટી કલેક્શનમાં વધારો થવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા કરવેરા પર અંકુશ મૂકવા અને નિયમોને સરળ બનાવવાનો નિર્ણય છે. આગામી દિવસોમાં આ સંગ્રહમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પરોક્ષ કર વસૂલાતનો લક્ષ્યાંક 17 લાખ કરોડ રૂપિયાથી વધુ રાખ્યો છે. જેમાં GST કલેક્શનનો લક્ષ્યાંક લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા છે.

2 / 5
સરકારે જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલ 2025 દરમિયાન ભારતની GST આવક 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયા થવા પામી છે. જે અત્યાર સુધીની એક મહિનામાં થયેલી સર્વોચ્ચ આવક છે. એપ્રિલ 2024માં GST કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયા હતું.

3 / 5
અગાઉ, ફેબ્રુઆરીમાં, સ્થાનિક સ્ત્રોતોમાંથી બે આંકડામાં વસૂલાત થવાને કારણે GST કર વસૂલાત 9.1 ટકા વધીને રૂ. 183,646 કરોડ થઈ હતી. જાન્યુઆરીમાં GST કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ પર પહોંચ્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 12.3 ટકા વધુ છે. આનો અર્થ એ થયો કે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં GST કલેક્શન 8.13 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

4 / 5
બજેટમાં, સરકારે સમગ્ર વર્ષ માટે GSTની આવકમાં 11 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો, જેમાં સેન્ટ્રલ GST અને સેસ સહિતની વસૂલાત રૂ. 11.78 લાખ કરોડ થવાનો અંદાજ સેવ્યો છે. બજેટ ડેટા અનુસાર, સરકારે નાણાકીય વર્ષ 2025-26માં કુલ પરોક્ષ કર વસૂલાત 17,35,100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આમાંથી, સરકારે GST દ્વારા 11,78,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો અંદાજ લગાવ્યો છે.

5 / 5

જીએસટીના ટુંકા નામે ઓળખાતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્ને વસૂલે છે. જીએસટીને લગતા સમાચાર અંગે તમે અમારા ટોપિક પર ક્લિક કરો. 

Follow Us:
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી

રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી

પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ

રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video

માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ

કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video

Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video

CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">