AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવી જોબ મળી ગઈ? હવે આ એક કામ તાત્કાલિક ધોરણે કરી દો, ઇગ્નોર કરશો તો આની અસર PF પર પડશે

કરિયરમાં ઘણીવાર આપણે નોકરી બદલીએ છીએ. એવામાં જ્યારે આપણે જોબ ચેન્જ કરીએ છીએ, ત્યારે EPFO એકાઉન્ટને લઈને એક નાનકડી ભૂલ કરી બેસીએ છીએ.

| Updated on: Nov 23, 2025 | 7:12 PM
Share
Employees' Provident Fund Organisation (EPFO) બધા સેલેરીડ વ્યક્તિઓને પ્રોવિડન્ટ ફંડની (PF) સુવિધા પૂરી પાડે છે. આમાં કર્મચારીના પગારમાંથી દર મહિને કેટલીક રકમ કાપવામાં આવે છે. જો કે, આ રકમ કર્મચારીને રિટાયરમેન્ટ પછી એકસાથે ચૂકવવામાં આવે છે. કર્મચારીની બેઝિક સેલેરીના 12% PF ખાતામાં જમા થાય છે.

1 / 9
ખાસ વાત એ છે કે, એમ્પ્લોયર પણ PF ખાતામાં સમાન રકમનું યોગદાન આપે છે. બીજું કે, PF ખાતું ખોલાવતી વખતે EPFO ​​તમને 12-અંકનો નંબર આપે છે, જેને 'યુનિવર્સલ એકાઉન્ટ નંબર' (UAN) તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત એમ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય છે, ત્યારે તેનું EPF ખાતું નવા એમ્પ્લોયર દ્વારા ખોલવામાં આવે છે. આ બાબતમાં ઘણીવાર કર્મચારીઓને એવી ગેરસમજ હોય ​​છે કે, તેમનો UAN નંબર એક જ હોવાથી EPF ખાતું પણ એ જ હશે. જો કે, આ સાચું નથી; નોકરી બદલતાની સાથે નવી કંપની તમારા માટે એક નવું ખાતું ખોલે છે.

2 / 9
આ રીતે, તમે એક UAN હેઠળ અલગ અલગ EPF એકાઉન્ટ રાખી શકો છો. બીજું કે, જ્યાં સુધી આ ખાતાઓને મર્જ ન કરવામાં આવે, ત્યાં સુધી તમારું આખું બેલેન્સ એક જગ્યાએ દેખાશે નહીં. જો તમે પણ તમારા EPF એકાઉન્ટને મર્જ કરવા માંગો છો, તો આ પ્રોસેસ ઘરેથી સરળતાથી પૂરી કરી શકો છો.

3 / 9
EPF એકાઉન્ટને મર્જ કરવા માટે, તમારો UAN નંબર એક્ટિવેટ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમને તમારો UAN નંબર ખબર નથી, તો તમે EPFO ​​વેબસાઇટ પર જઈને તે શોધી શકો છો. આ માટે હોમપેજની જમણી બાજુએ તમને Important Links માં Know your UAN નો ઓપ્શન જોવા મળશે.

4 / 9
તમે તેના પર ક્લિક કરો અને તમારો મોબાઇલ નંબર તેમજ કેપ્ચા દાખલ કરો. આ પછી Request OTP પર ક્લિક કરો. OTP થકી વેરિફિકેશન પૂર્ણ થયા પછી એક પેજ ખુલશે. આમાં તમારે નામ, જન્મ તારીખ, આધાર/PAN/મેમ્બર ID અને કેપ્ચા જેવી વિગતો દાખલ કરવી પડશે. ત્યારબાદ Show My UAN નંબર પર ક્લિક કરો. હવે તમને તમારું UAN દેખાશે.

5 / 9
તમારા બે કરતાં વધુ EPF એકાઉન્ટને મર્જ કરવા માટે તમારે પહેલા EPFO ​​ની સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in/ ની મુલાકાત લેવી પડશે. આટલું કર્યા બાદ સર્વિસ વિભાગમાં જાઓ. હવે "For Employees" પર ક્લિક કરો અને જુઓ ત્યાં એક નવું પેજ ખુલશે. અહીં તમારે "One Employee – One EPF Account" ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

6 / 9
આ પછી જે પેજ ખૂલ્યું છે, તેમાં તમારે તમારો UAN, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગ ઇન કરવું પડશે. લોગ ઇન કર્યા બાદ એક નવું પેજ ખુલશે, જેમાં તમને તમારા જૂના EPF એકાઉન્ટની વિગતો દેખાશે. હવે તમારો EPF એકાઉન્ટ નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. આનાથી EPF એકાઉન્ટ મર્જરની પ્રોસેસ પૂરી થશે. તમારા એકાઉન્ટ મર્જરની એપ્લિકેશન તમારા વર્તમાન એમ્પ્લોયર દ્વારા મંજૂર કરવામાં આવશે. ત્યારબાદ EPFO ​​તમારા જૂના એકાઉન્ટને નવા એકાઉન્ટ સાથે મર્જ કરશે. આ પ્રોસેસ પૂરી કર્યા પછી તમે EPFO ​​વેબસાઇટની મુલાકાત લઈને તેનું સ્ટેટસ ચકાસી શકો છો.

7 / 9
ધ્યાન રાખો કે, PF એકાઉન્ટ તાત્કાલિક મર્જર થતું નથી. તેમાં સમય લાગે છે, કારણ કે આમાં વર્તમાન એમ્પ્લોયર અને અગાઉના એમ્પ્લોયરની મંજૂરી જરૂરી છે. જો તમે PF એકાઉન્ટ મર્જર પ્રોસેસ પૂર્ણ કરી લીધી હોય, તો તમે https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર સ્ટેટસ ચકાસી શકો છો. આ માટે ઓનલાઈન સર્વિસ સેક્શનમાં જાઓ અને ટ્રેક ક્લેમ પર ક્લિક કરો. તમને રિક્વેસ્ટનું સ્ટેટસ દેખાઈ જશે.

8 / 9
તમારું જૂનું PF એકાઉન્ટ Deactivate થઈ જાય પછી તમારે PF ખાતામાંથી તમારા એક્ટિવ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ 13 ઑફલાઇન ભરવાની જરૂર પડશે. તમે EPFO ​​વેબસાઇટ પરથી ફોર્મ 13 ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મમાં તમારા વર્તમાન અને અગાઉના બંને એમ્પ્લોયરની માહિતીની જરૂર પડશે. તમારે વેરિફિકેશન માટે તેમના સિગ્નેચરની પણ જરૂર પડશે. અ પછી તમારે ફોર્મ તમારા વર્તમાન એમ્પ્લોયરને સબમિટ કરવાનું રહેશે. દરેક કંપની પાસે PF ની બાબતોને સંભાળવા માટે એક ડેસ્ક અથવા ટીમ હોય છે. તમારે ત્યાં ફોર્મ સબમિટ કરવાની જરૂર પડશે.

9 / 9

આ પણ વાંચો: Gold Rate: આજથી 5 વર્ષ પછી સોનાની કિંમત કેટલી? વર્ષ 2030 સુધીમાં કેટલું રિટર્ન મળશે?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">