Gold Rate: આજથી 5 વર્ષ પછી સોનાની કિંમત કેટલી? વર્ષ 2030 સુધીમાં કેટલું રિટર્ન મળશે?
સોનાના ભાવમાં આજે એટલે કે 23 નવેમ્બરના રોજ મોટો વધારો થયો છે. એવામાં સવાલ એ છે કે, આજે કરવામાં આવેલ રોકાણ આગામી વર્ષોમાં કેટલું વધી શકે છે અને અંદાજિત રિટર્ન કેટલું મળી શકે છે?

23 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,990 હતો, જે એક દિવસ પહેલાના ₹1,24,120 થી ₹1,870 વધારો દર્શાવે છે. આ વધારો વૈશ્વિક અને સ્થાનિક અનિશ્ચિતતાને કારણે છે, જે રોકાણકારોને સોના તરફ આકર્ષિત કરી રહ્યો છે.

આજે ₹5 લાખમાં તમે આશરે 40 ગ્રામ જેટલું સોનું ખરીદી શકો છો, કારણ કે ₹1,25,990 પ્રતિ 10 ગ્રામના ભાવે ₹5 લાખ 39.8 ગ્રામ બરાબર થાય છે. આ રોકાણ લાંબાગાળા માટે સલામત માનવામાં આવે છે પરંતુ તે બજારના વધઘટને પણ આધીન છે.

વર્ષ 2000 થી 2025 સુધી, સોનાએ અંદાજિત 14 ટકાનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ આપ્યું, જે રોકાણકારો માટે મજબૂત રિટર્ન સાબિત થયું, તેવું કહી શકાય. ફક્ત વર્ષ 2013, 2015 અને 2021 માં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું પરંતુ બાકીના વર્ષોમાં વૃદ્ધિ જોવા મળી. વર્ષ 2000 માં 10 ગ્રામ દીઠ 4,400 રૂપિયાથી આજે 1.25 લાખ રૂપિયા સુધી સોનાએ સતત સરેરાશ વાર્ષિક 25 થી 35 ટકા રિટર્ન આપ્યું છે. વધતી જતી મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાને કારણે તેની માંગ ઊંચી રહી છે.

નિષ્ણાતોના અહેવાલો અનુસાર, વર્ષ 2030 સુધીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 2,50,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે કેટલાક અંદાજ મુજબ તે 7,00,000 થી 7,50,000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. વૈશ્વિક બજારની સ્થિતિ અને મોંઘવારીને કારણે આ વધારો સ્વાભાવિક છે, તેવું કહી શકાય.

જો તમે આજે ₹5 લાખનું સોનું 14% ના CAGR (Compound Annual Growth Rate) પર ખરીદો છો, તો તે વર્ષ 2030 સુધીમાં લગભગ ₹11 લાખની આસપાસ પહોંચી શકે છે પરંતુ સરેરાશ 25% ના CAGR પર તે ₹20 લાખ રૂપિયાથી વધુ સુધી પણ પહોંચી શકે છે. ટૂંકાં બમણાથી વધુ રિટર્ન શક્ય છે પરંતુ આમાં બજારનું જોખમ હંમેશા રહે છે.
આ પણ વાંચો: Stock Market: 22 ડિસેમ્બરથી સેન્સેક્સ બદલાશે! ઇન્ડેક્સમાં મોટા ફેરફારો થશે, શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે
