પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.