Iran Israel War Breaking :ખામેનેઈના ‘જમણા હાથ’નું રહસ્ય હંમેશા કેમ છુપાવીને રાખતા, જાણી લો કારણ
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ 45 વર્ષથી પોતાનો જમણો હાથ છુપાવી રાખ્યો હતો. તો ચાલો જાણીએ આની પાછળ કારણ શું છે. તેનો જમણો હાથ 45 વર્ષ સુધી લોકો સામે આવ્યો ન હતો.

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટ 'વોર ઝોન'માં ફેરવાઈ ગયું છે. આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું પોતાની કાર્યલયમાં મૃત્યું થયું છે. તમે નોટિસ કર્યું હશે કે, ઈરાનના સુપ્રીમ લીડર પોતાનો જમણો હાથ કેમ છુપાવીને રાખતા હશે. આની પાછળનું કારણ જાણો.

તમે ખામેનેઈના ફોટા જોયા હશે. જેાં તેઓ પોતાનો જમણો હાથ હંમેશા છુપાવીને રાખતા હતા હતા. 86 વર્ષની ઉંમરે ઈરાનની રાજનીતિ અને ધાર્મિક વ્યવસ્થામાં તેમણે મજબુત પકડ બનાવી રાખી હતી.

તમને જણાવી દઈએ કે, ઈરાના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ 45 વર્ષ સુધી પોતાનો જમણો હાથ છુપાવીને રાખ્યો હતો. કારણ કે, 1981માં એક બોમ્બ બ્લાસ્ટમાં તેનો જમણો હાથ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ હુમલાના કારણે તેના જમણા હાથમાં લકવો થયો હતો. તેમજ કામ કરતો ન હતો. આ કારણે તે પોતાનો જમણો હાથ છુપાવીને રાખતા હતા.

આ હુમલામાં તેમના જમણા હાથ અને ફેફસાંને ગંભીર નુકસાન થયું હતુ. મહિનાઓની સારવાર પછી તેઓ સ્વસ્થ થઈ ગયા, પરંતુ તેમનો જમણો હાથ કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયો અને ફરીથી કામ કરવામાં અસમર્થ થઈ ગયો.

જમણો હાથ ગુમાવ્યા બાદ અયાતુલ્લા અલી ખામેનેઈ ડાબા હાથથી શપથ લેતા હતા. 86 વર્ષી ખામેનેઈએ 35 વર્ષ સુધી ઈરાનનું નેતૃત્વ કર્યું છે. જેનાથી તે દુનિયાના લાંબા સમય સુધી શાસન કરનાર શાસકોમાંથી એક બન્યા હતા. તેના મૃત્યુથી ઈરાનને મોટો ઝટકો લાગ્યો છે.

આ હુમલા બાદ તેમણે કહ્યું હતુ કે, મારું મગજ અને જીભ હજુ કામ કરી રહી છે. મારે હાથની જરુર નથી.

આ ઘટના બાદ તેઓ ડાબા હાથથી કામ કરવા લાગ્યા હતા.હાલમાં અમેરિકા-ઈઝરાયલના હવાઈ હુમલામાં અલી ખામેનેઈનું મૃત્યું થયું છે.
ઇઝરાયલી-અમેરિકન હુમલામાં અલી ખામેનેઇ સહિત દીકરી-જમાઈ પુત્રવધૂ અન પૌત્રીનું મોત, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
