Phone Tips : ભૂલથી પણ આ જગ્યાઓ પર ના મુકતા તમારો મોબાઈલ ફોન ! જલદી ખરાબ થઈ જશે
ઘણી વખત કોઈ કામમાં હોઈ જેમકે જમવાનું બનાવતા, કાર ચલાવતા આપણે મોબાઈલ ફોનને ગમે ત્યાં મુકી દઈએ છીએ, ત્યારે આમ કરવું તમારા ફોન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે ચાલો તમને જણાવીએ ફોનને કઈ કઈ જગ્યાઓ પર ના મુકવો જોઈએ.

ફોનની સલામતી માટે,આપણે હંમેશા ફોન સાથે લઈને ફરીએ છીએ. પરંતુ ઘણી વખત કોઈ કામમાં હોઈ જેમકે જમવાનું બનાવતા, કાર ચલાવતા આપણે મોબાઈલ ફોનને ગમે ત્યાં મુકી દઈએ છીએ, ત્યારે આમ કરવું તમારા ફોન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે ચાલો તમને જણાવીએ ફોનને કઈ કઈ જગ્યાઓ પર ના મુકવો જોઈએ.

ફોનને બેક પોકેટમાં મુકવો : મોટાભાગના લોકો ફોનને પાછળના ખિસ્સામાં મુકે છે. ત્યારે આમ કરવું તમારા ફોનની સેફ્ટિ માટે યોગ્ય નથી. ફોનને બેક પોકેટમાં મુકવાથી તમારા ફોનની સ્ક્રીન ખરાબ થઈ શકે છે.

સનલાઈટમાં : ઘણીવખત આપણે ક્યાક બાહર ગયા હોય કે ઘરની બાલ્કનીમાં બેઠા હોય ત્યારે ત્યા સીધી સનલાઈટ આવે છે અને જો તે સનલાઈટ તમારા ફોન પર પડી રહી છે તો તમારો ફોન ખરાબ થઈ શકે છે. ત્યારે આ સનલાઈટના કારણે તમારા ફોન ઓવર હીટિંગની સમસ્યા આવી શકે છે.

ગાડીના ડેશબોર્ડ પર : મોટાભાગના લોકો ગાડી ચલાવતા મોબાઈલને ડેશબોર્ડ પર મુકે છે ત્યારે ગાડીના ડેશબોર્ડ પર ફોન રાખવાથી ફોનની બેટરીને નુકસાન પહોંચે છે.

રસોડામાં : ઘણા લોકો મોબાઈલ ફોનને રસોડામાં લઈને યુઝ કરે છે. આમ તો ફોનને સલામત જગ્યાએ મુક્યો હોય તો કોઈ વાંધો નથી પણ જો ફોનને ગેસનો ગરમાવો અડી રહ્યો હશે તો ફોન ખરાબ થઈ જશે કે ઓવર હીટિંગ થઈ શકે છે, તેમજ જો આસ-પાસ પાણી પડ્યું હશે તો ફોનમાં પાણી ભરાઈને બગડી જશે.

ફ્રીજ કે ઉપર કે કોઈ ઈલેક્ટ્રોનીક વસ્તુ પર : મોટાભાગના લોકોને ફોનને ફ્રીજ કે કોઈ ઈલેક્ટ્રોનીક વસ્તુ પર મુકવાની આદત હોય છે. જોકે આમ કરવું તમારા ફોનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ફોનને રેફ્રિજરેટરમાં રાખવાથી તાપમાનમાં ઝડપી ફેરફાર થશે. આ હેન્ડસેટને નુકસાન પહોંચાડી શકે છે.
ટિપ્સ એન્ડ ટ્રિક્સના આવા જ બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
