Navy Day: વિશાખાપટ્ટનમમાં દેખાશે નૌસેનાની તાકાત, જહાજ અને વિમાનો દ્વારા કરવામાં આવશે શક્તિ પ્રદર્શન
ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્વમાં ભારતીય નેવી દ્વારા બતાવવામાં આવેલા પરાક્રમના પ્રતિક રુપે દર વર્ષ આ દિવસ ઉજવવામાં આવે છે.

આ વર્ષે 4 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં નેવી દિવસનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલીવાર એવુ થઈ રહ્યુ છે જ્યારે નેવી દિવસનો મુખ્યક્રમ રાજધાની દિલ્હીની બહાર આયોજિત થયુ છે.

દુનિયાની 7મી સૌથી તાકતવર ભારતીય નેવી આ કાર્યક્રમમાં યુદ્ધ કૌશલ અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઈડેન્ટમાં નેવીની ઉપલબ્ધિઓને યાદ કરીને દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.

આ કાર્યક્રમની યજમાની નેવીના પ્રમુખ એડમિરલ આર. હરિકુમાર કરશે. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ રુપે જોડાશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી વાઈ. એસ. જગન મોહન રેડ્ડી આ કાર્યક્રમમાં સામેલ થશે.

આ કાર્યક્રમ દરમિયાન નેવીના જહાજ, સબમરિન, વિમાન અને પૂર્વ,પશ્વિમ અને દક્ષિણની નેવી દળ ભારતીય નેવીની ક્ષમતા અને બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાની નેવી પ્રત્યેની રુચિ વધારવા અને સમુદ્રી ચેતનાને નવીનીકૃત કરવાનું છે.

વર્ષ 1971માં ઓપરેશન ટ્રાઈડેન્ટ હેઠળ પાકિસ્તાનની નેવીના કરાચી સ્થિત મુખ્યાલય અને કરાચીના પોર્ટને બર્બાદ કરવામાં આવ્યુ હતુ.