Wealth Tips : નોકરીને હવે આવજો કહી દો ! બસ એકવાર ₹4 લાખ જમા કરો, તમને કરોડપતિ બનતા વાર નહી લાગે
ઇન્વેસ્ટર્સ ઓછા પૈસા રોકાણ કરીને ભવિષ્યમાં કરોડોનું ફંડ બનશે તેવું સપનું જોતાં હોય છે. જો કે, મોટાભાગના લોકોના મનમાં એક જ સવાલ હોય છે કે, શું ઓછા પૈસા રોકાણ કરીને કરોડપતિ બની શકાય? જો હા, તો તેના માટે શું કરવું જોઈએ?

આમ જોવા જઈએ તો, ઓછા રોકાણ સાથે કરોડોનું ફંડ બનાવવું મુશ્કેલ નથી. યોગ્ય ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને કમ્પાઉન્ડિંગની મદદથી ફક્ત ₹4 લાખ લોંગ ટર્મ સુધી રોકાણ કરવામાં આવે તો તે ₹1 કરોડથી વધુનું રિટાયરમેન્ટ ફંડ બની જશે.

વાત એમ છે કે, લમ્પસમ રોકાણમાં આખી રકમ એક જ સમયે રોકાણ કરવામાં આવે છે. આમાં રોકાણ કરતાની સાથે જ તમારા પૈસા કામ કરવાનું શરૂ કરી દે છે. આ પદ્ધતિ ખાસ કરીને ત્યારે ફાયદાકારક બને છે, જ્યારે બજાર નીચે હોય અથવા યોગ્ય સમયે રોકાણ કરવામાં આવે.

ટૂંકમાં, જો તમે એક સાથે ₹4 લાખનું રોકાણ કરો છો અને દર વર્ષે 12% કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ મળે છે, તો તમારા પૈસા ધીમે ધીમે વધવા લાગે છે. આખી રકમ એકસાથે રોકાણ કરવાથી વ્યાજ પરનું વ્યાજ ઝડપથી વધે છે.

ઉદાહરણ તરીકે, જો તમે ₹4 લાખનું એક સાથે રોકાણ કરો છો અને તેના પર 12% વાર્ષિક કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ મળે છે, તો સમય જતાં આ રકમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

10 વર્ષ પછી તમારી આ રકમ લગભગ ₹12.42 લાખ થશે અને 15 વર્ષ પછી તે વધીને ₹21.89 લાખ થશે. બસ આવી જ રીતે, 20 વર્ષમાં રકમ લગભગ ₹38.58 લાખ થશે અને 29 વર્ષમાં તો રોકાણ કરેલ ₹4 લાખ સીધા વધીને લગભગ ₹1.06 કરોડ થઈ જશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
