મુકેશ અંબાણીની કંપની Jio એ ખાસ ઓફર કરી લોન્ચ, માત્ર રુ 349માં આપી રહ્યા 3000નો લાભ
આ પ્લાન સાથે, બ્રાન્ડ JioHotstar અને JioSaavn Pro નું એક મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. પ્રીપેડ યુઝર્સને ત્રણ મહિના માટે ઝોમેટો ગોલ્ડ, 6 મહિના માટે નેટમેડ્સ ફર્સ્ટ સબ્સ્ક્રિપ્શન, રિલાયન્સ ડિજિટલ પર 100 ટકા સુધીનું કેશબેક મળશે.

Jio ભારતીય બજારમાં 9 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. કંપની 5 સપ્ટેમ્બરે તેની 9મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. કંપનીના ગ્રાહકોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. આ પ્રસંગે, કંપનીએ એક ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર 3000 રૂપિયાના વધારાના વાઉચર લાભો સાથે આવશે.

કંપનીએ 349 રૂપિયાનો પ્લાન જાહેર કર્યો છે, જે 5 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, અનલિમિટેડ 5G ડેટા અને દરરોજ 100 SMS ઉપલબ્ધ થશે.

Jio ના જણાવ્યા અનુસાર, 349 રૂપિયાના સેલિબ્રેશન પ્લાન સાથે 3000 રૂપિયાના સેલિબ્રેશન વાઉચર પણ આપવામાં આવશે. ગ્રાહકોને વધારાના લાભો મળશે.

આ પ્લાન સાથે, બ્રાન્ડ JioHotstar અને JioSaavn Pro નું એક મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. પ્રીપેડ યુઝર્સને ત્રણ મહિના માટે ઝોમેટો ગોલ્ડ, 6 મહિના માટે નેટમેડ્સ ફર્સ્ટ સબ્સ્ક્રિપ્શન, રિલાયન્સ ડિજિટલ પર 100 ટકા સુધીનું કેશબેક મળશે.

આ ઉપરાંત, અજિયો ફેશન ડીલ્સ, EaseMyTrip પર મુસાફરી લાભો અને JioHome ની બે મહિનાની મફત ટ્રાયલ ઉપલબ્ધ થશે.

આ બધા ઉપરાંત, Jio એ એનિવર્સરી વીકેન્ડની જાહેરાત કરી છે, જે 5 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન, બધા Jio 5G યુઝર્સને મફતમાં અનલિમિટેડ 5G ડેટા મળશે. 4G ફોન યુઝર્સ અનલિમિટેડ 4G ડેટાનો પણ ઉપયોગ કરી શકે છે. આ માટે, તેમણે 39 રૂપિયાનું એડ-ઓન ખરીદવું પડશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
