ગુજરાતની ચૂંટણીમાં ‘મહેંદી પ્રચાર’, ડીસા વિધાનસભા બેઠક પર જામ્યો છે ચાર પાંખીયો જંગ

બનાસકાઠાંની ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે ચાર પાંખીયો જંગ છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જીતવા માટે મહેંદી પ્રચારનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 7:21 PM
ડીસામાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારનો પ્રચાર મજબૂત રીતે ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો અવનવા નુસખા અપનાવી પ્રચાર કરી રહ્યા છે.

1 / 5
ઉમેદવારો દ્વારા મતદાતાઓને રીઝવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડીસા શહેરમાં મહિલા મતદાતઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારો મહેંદી દ્વારા પણ પ્રચાર કરી રહ્યા છે.

2 / 5
ડીસા વિધાનસભામાં ભાજપે સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રવીણ માલીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાં અનેક હોદ્દેદારોએ ટિકિટ માગી હતી જે ન મળવાને કારણે 2014માં ભાજપમાંથી પેટા ચૂંટણી લડેલા લેબજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જાતિગત સમીકરણ જોઈએ તો ડીસા વિધાનસભામાં ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે 70 હજાર જેટલા ઠાકોર મતદારો છે, જોકે લેબજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલીઓ વધી છે.

3 / 5
ત્યારે કોંગ્રેસે યુવા ચહેરા તરીકે સંજય રબારીને મેદાનમાં ઉતાર્યા છે, સંજય રબારી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર છે. ગોવાભાઈ રબારી પાંચ વાર કોંગ્રેસમાંથી ડીસા વિધાનસભામાં લડી ચૂકયા છે. કોંગ્રેસમાં પણ ઠાકોર સમાજના આગેવાન પોપટજી દેલવાડીયા, પીનાબેન ગાડીયા અને નરસિંહ રબારીએ ટિકિટ માંગી હતી, પરંતુ ગોવાભાઈના પુત્ર સંજય રબારીને ટિકિટ ફાળવતા ઠાકોર સમાજમાં પણ નારાજગી છે અને અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર પણ કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે.

4 / 5
ડીસા વિધાનસભામાં ઠાકોર મતદાતા 70,000, ચૌધરી મતદાતા 30,000, માળી સમાજના મતદાર 33,000 જ્યારે રબારી સમાજના મતદાતા 33,000 છે. ત્યારે ડીસા વિધાનસભામાં ચતુષ્કોણીય જંગમાં કોણ જીત છે? એ કહેવું મુશ્કેલ છે. ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. (Input - Atul Trivedi)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">