ડાયમંડ સિટી Surat માં આ 5 ફેમસ જગ્યાઓની અવશ્ય લો મુલાકાત, વેકેશન બની જશે યાદગાર

Surat Popular Places : ગુજરાતનું સુરત શહેર વેપાર તેમજ ઐતિહાસિક વારસા માટે લોકપ્રિય છે. સુરતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ મોટા પ્રમાણમાં આવેલા છે. અહીં ફરવા માટે 5 સ્થળોની મુલાકાત લેવી આવશ્યક છે.

| Updated on: May 16, 2024 | 12:21 PM
Surat Popular Places : સુરત ગુજરાતનું લોકપ્રિય શહેર છે. આ સીટી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં મોખરે છે તેમ છતાં આ શહેરને પર્યટનની રીતે પણ ફરી શકાય છે. જો તમે ટૂંકી રજાઓનું આયોજન કરી રહ્યા હોવ તો તમે તમારા પરિવાર સાથે સુરતની મુલાકાત લઈ શકો છો. નેચર પાર્કની સાથે-સાથે અહીંનું સાયન્સ સેન્ટર મનોરંજનની સાથે નોલેજમાં પણ વધારો કરશે. તમે અહીં ઐતિહાસિક કિલ્લો પણ જોઈ શકો છો. એકંદરે, તમારી સુરતની સફર સમગ્ર પરિવારને યાદગાર ક્ષણો આપશે.

1 / 6
સરથાણા નેચર પાર્ક અને ઝૂ - સરથાણા નેચર પાર્ક અને ઝૂ ગુજરાતના સુરત શહેરમાં આવેલું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. તે 81 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં તળાવો, બગીચાઓ, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક છે. પરિવારો માટે મુલાકાત લેવા માટે તે એક ઉત્તમ સ્થળ છે. અહીં આવ્યા બાદ બાળકોના ચહેરા ખીલી ઉઠશે.

2 / 6
ડુમસ બીચ - આ એક લાંબો, કાળો રેતાળ સમુદ્ર કિનારો છે. તે સૂર્યાસ્ત જોવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે અને પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. તે આખું વર્ષ પ્રવાસીઓથી ભરેલું રહે છે. જો તમે સુરતની મુલાકાત લેતા હોવ, તો ડુમસ બીચની મુલાકાત લો અને સૂર્યાસ્તના અદભૂત દૃશ્યોનો આનંદ મળશે. આ સ્થળની વિચિત્ર ઘટનાઓ સાથે જોડાયેલી સ્ટોરીઓ પણ લોકપ્રિય છે.

3 / 6
સુરતનો કિલ્લો - આ કિલ્લો રિયાસતગઢ તરીકે પણ ઓળખાય છે, જે એક ઐતિહાસિક કિલ્લો છે. આ કિલ્લો 16મી સદીમાં મુઘલ બાદશાહ અકબરના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારમાં ત્રણ વિશાળ તોરણ છે. બીજા પ્રવેશદ્વારને અકબર દરવાજો કહેવામાં આવે છે. આ કિલ્લો તેના ભવ્ય સ્થાપત્ય અને સમૃદ્ધ ઇતિહાસ માટે જાણીતો છે.

4 / 6
સાયન્સ સેન્ટર - જો તમે પરિવાર સાથે સુરતની મુલાકાતે જવાના હોવ તો સાયન્સ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. તેની સ્થાપના 2009માં કરવામાં આવી હતી અને તે પશ્ચિમ ભારતમાં તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. સાયન્સ સેન્ટર એ શૈક્ષણિક અને મનોરંજક જગ્યા પણ છે. જે તમામ ઉંમરના લોકો માટે ઉત્તમ સ્થળ છે. શાળાના બાળકો, પરિવારો અને વિજ્ઞાનમાં રસ ધરાવનારા કોઈપણ માટે આ એક ઉત્તમ સ્થળ છે.

5 / 6
ગોપી તળાવ - સુરતમાં અન્ય એક લોકપ્રિય સ્થળ ગોપી તળાવ છે. આ તળાવ 1510માં ગુજરાત સલ્તનત દરમિયાન સુરતના સમૃદ્ધ વેપારી અને ગવર્નર મલિક ગોપી દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગોપી તળાવ સુરતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. તે નૌકાવિહાર, પિકનિક અને સાંજે સહેલ માટે લોકપ્રિય સ્થળ છે. તળાવના કિનારે ઘણા મંદિરો અને મકબરાઓ પણ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી

સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

g clip-path="url(#clip0_868_265)">