Rule Change : 1 ડિસેમ્બરથી નિયમોમાં મોટા ફેરફાર, ક્રેડિટ કાર્ડથી લઈને LPG સિલિન્ડર સુધી થશે બદલાવ

1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. EPFO કર્મચારીઓ માટે UAN એક્ટિવેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે.

| Updated on: Nov 30, 2024 | 11:59 AM
આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. EPFO કર્મચારીઓ માટે UAN એક્ટિવેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. EPFOની સુવિધાઓ મેળવવા માટે આ કામ કરવું જરૂરી છે. જાણો 1 ડિસેમ્બરથી અન્ય કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

1 / 6
ગેસ સિલિન્ડરની કિંમત : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં 1લી ડિસેમ્બરે કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. 1 નવેમ્બરના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પ્લેનમાં વપરાતા ATFની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે. આ વિમાન ભાડાને અસર કરી શકે છે.

2 / 6
SBI ક્રેડિટ કાર્ડ : દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો પણ 1 ડિસેમ્બરથી બદલાવા જઈ રહ્યા છે. જો તમે તમારા ઘરના ખર્ચ સિવાય ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 ડિસેમ્બરથી, તમને તેના પર રિવોર્ડ પોઈન્ટ મળવાનું બંધ થઈ જશે. આ માહિતી SBI કાર્ડની વેબસાઈટમાં આપવામાં આવી છે.

3 / 6
OTP માટે રાહ જોવી પડશે : TRAI દ્વારા કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે લેવામાં આવેલ નિર્ણય, અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને 31મી ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાની હતી, પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમયમર્યાદા વધારીને 30મી નવેમ્બર કરવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓ ટ્રાઈના આ નિયમને 1 ડિસેમ્બરથી લાગુ કરી શકે છે. આ નિયમ બદલવાનો હેતુ એ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ મેસેજો શોધી શકાય છે, જેથી ફિશિંગ અને સ્પમના મામલાઓને રોકી શકાય. નવા નિયમોને કારણે ગ્રાહકોને OTP ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

4 / 6
બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે : RBIએ ડિસેમ્બરની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં કુલ 17 દિવસની બેંક રજાઓ રહેશે. આ સમય દરમિયાન, જો આપણે RBIની બેંક રજાઓની સૂચિ પર નજર કરીએ તો, આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવી છે. જેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આ બેંક રજાઓની સૂચિ જોઈ શકો છો.

5 / 6
જો UAN એક્ટિવેટ ન હોય તો : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે કંપનીઓ માટે તેમના નવા કર્મચારીઓના આધાર સાથે જોડાયેલા UANને સક્રિય કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. UAN સક્રિય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમે PF, પેન્શન, વીમો અને સૌથી અગત્યનું, એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) જેવી EPFO ​​સુવિધાઓનો લાભ મેળવી શકો. આ માટે તમારે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે. આજે જ કરો આ કામ, નહીં તો નહીં મળે આ યોજનાનો લાભ.

6 / 6
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">