Farali Idli Recipe : સાબુદાણા અને મોરૈયામાંથી બનાવો ફરાળી ઈડલી, આ રહી સરળ ટીપ્સ
મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં બજારમાં મળતા અને ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક ઈડલી સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

મહાશિવરાત્રી પર કે વ્રતના સમયે મોટાભાગના લોકો ફરાળી નાસ્તો બજાર માંથી લાવતા હોય છે. પરંતુ કેટલીક વાર બજારમાંથી લાવેલા નાસ્તાના કારણને બિમાર થઈ જવાય છે. તો આજે આપણે જોઈશું કે આજે ફરાળી ઈડલી તમે ઘરે બનાવીને ખાઈ શકો છો.

ફરાળી ઈડલી બનાવવા માટે મોરૈયો, સાબુદાણા, દહીં, શેકેલી મગફળીનો પાઉડર, મીઠુ, ઈનો, કોથમીર, જીરું, કાળા મરી પાઉડર, ઘી અથવા તેલ સહિતની સામગ્રીની જરુરત પડશે.

મોરૈયો અને સાબુદાણાને સ્વચ્છ પાણીથી સાફ કરીને 4-5 કલાક અલગ - અલગ વાસણમાં પાણીમાં પલાળી રાખો. ધ્યાન રાખો કે સાબુદાણાને વધારે પાણીમાં ન પલાળો નહીંતર સાબુદાણા ચીકણા થઈ જશે.

સાબુદાણા અને મોરૈયો પલળી જાય ત્યારબાદ તેમાંથી પાણી કાઢી થોડું થોડુ પાણી ઉમેરી પીસી લો. જેથી એક સ્મૂધ અને જાડી પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને એક વાસણમાં કાઢીને તેમાં દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠુ, કાળા મરી પાઉડર, 1-2 ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે ઈડલી સ્ટેન્ડ પર ઘી લગાવી 1 મિનિટ માટે પ્રિ - સ્ટિમ કરવા માટે મુકો. ત્યારબાદ બેટરમાં ઈનો નાખી બેટરને બરાબર મિક્સ કરી. ઈડલી સ્ટેન્ડમાં બેટર મુકી 10-12 મિનિટ ઈડલીને સ્ટિમ કરી તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
