ભીલવાડા કિંગ્સ આજે જમ્મુમાં સધર્ન સુપર સ્ટાર્સ સામે ટકરાશે, જુઓ પોઈન્ટ ટેબલમાં કોણ છે આગળ
લેજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી મેચ બુધવારે જમ્મુ શહેરના MA સ્ટેડિયમમાં રમાશે. જો ઈરફાન પઠાણની આગેવાનીમાં ભીલવાડા કિંગ્સ હારની હેટ્રિક ટાળશે તો છેલ્લી મેચની વિજેતા સધર્ન સુપર સ્ટાર્સ બીજી જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. મેચ સાંજે 6.30 વાગ્યાથી રમાશે.

ભીલવાડા કિંગ્સે પહેલી મેચમાં જીત બાદ ફોર્મમાં ઉતરી હતી. પરંતુ 2 હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ઈરફાન પઠાણ માટે મેચ જીતવી જરુરી છે. સાઉથ સુપરસ્ટાર કેપ્ટન એરોન ફિંચ માટે પણ આજે મેચ મહત્વની છે.

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પહેલા સ્થાન પર મનીપાલ ટાઈગર્સ, બીજા સ્થાન પર હૈદરાબાદ ત્રીજા સ્થાન પર ગુજરાત, ચોથા સ્થાન પર ઈન્ડિયા કેપિટલ્સ અને પાંચમા સ્થાન પર સાઉથર્ન સુપરસ્ટાર્સ છે.

ભીલવાડા કિંગસની વાત કરીએ તો ઈરફાન પઠાણ,અનુરીત સિંહ,ક્રિસ બાર્નવેલ,રોબિન બિસ્ટ,તિલકરત્ને દિલશાન,ઈકબાલ અબ્દુલ્લા,જેસલ કારિયા,સોલોમન મીરે,જેસન મોહમ્મદ,ટિમ મુર્તાગ,યુસુફ પઠાણ,વિલિયમ પોર્ટરફિલ્ડ,ધમ્મિકા પ્રસાદ,પીનલ શાહ,રાહુલ શર્મા,રાયન સાઇડબોટમ, લેન્ડલ સિમોન્સ,ઉત્સેયા,શ્રીકાંત વાળા,શેન વોટસન

ભીલવાડા કિંગ્સ સામે સાઉથર્ન સુપરસ્ટાર્સ એરોન ફિન્ચ,અબ્દુર રઝાક,અમીલા એપોન્સો,બિપુલ શર્મા,રાજેશ બિશ્નોઈ,મનવિન્દર બિસ્લા,જોહાન બોથા,ચતુરંગા ડી સિલ્વા,અશોક ડિંડા,શ્રીવત્સ ગોસ્વામી ,હમીદ હસનસુરંગા લકમલ,ફરવીઝ મહરૂફ,આન્દ્રે મેકકાર્થી,દિલશાન મુનવીરા,પવન નેગી,પંકજ કુમાર રાવ,જેસી રાયડર,તન્મય શ્રીવાસ્તવ

27 નવેમ્બરથી જમ્મુમાં લિજેન્ડ ક્રિકેટનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ 29, 30 અને 1 ડિસેમ્બરના રોજ જમ્મુમાં લિજેન્ડસ ક્રિકેટની છેલ્લી મેચ રમાશે.
