કાનુની સવાલ: દારૂ પીધા પછી વિમાનમાં બેસી શકાય કે નહીં? નિયમો જાણો નહીં તો એરપોર્ટથી જ થશો ઘરે રવાના
કાનુની સવાલ: વિમાનમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકો ટેન્શન દૂર કરવા અથવા મજા કરવા માટે દારૂ પી લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દારૂના નશામાં હોવા તો એરપોર્ટ સ્ટાફ તમને બોર્ડિંગ આપી ના પણ શકે? હા, દારૂનો નશો ઉડાનને સીધી અસર કરે છે અને એરલાઇન માટે પણ આવા મુસાફરો સુરક્ષાનો મોટો જોખમ ગણાય છે.

કાનુની સવાલ: ભારતમાં સિવિલ એવિએશન રુલ્સ મુજબ, કોઈપણ મુસાફર જો ખુબ નશામાં હોય, અસ્થિર વર્તન કરે કે અન્ય મુસાફરોની સુરક્ષા માટે જોખમ ઉભું કરે, તો તેમને બોર્ડિંગ ડિનાય કરવાની એરલાઇનને સંપૂર્ણ છૂટ છે. એરપોર્ટની સિક્યોરિટી ટીમ મુસાફરના વર્તનની તપાસ કરે છે અને જો નશો સ્પષ્ટ દેખાતો હોય તો “Unfit to Fly” તરીકે જાહેર કરી દેવામાં આવે છે.

દરેક એરલાઇનના પોતાના ગાઈડલાઈન હોય છે, પરંતુ મોટેભાગે તમામનું એક જ સિદ્ધાંત હોય છે કે નશામાં મુસાફરી કરવી તે સુરક્ષાને જોખમી કરી શકે છે.

દારૂ પીવાથી બ્લડમાં ઓક્સિજન લેવલ ઘટે છે અને ઊંચાઈએ પહોંચતાં આ અસર વધુ વધી જાય છે. જેના કારણે ચક્કર આવવું, ઉલટી, બેહોશી અથવા બ્લડ પ્રેશર ઘટે તેવી સમસ્યાઓ વધી શકે છે. આવી સ્થિતિમાં ક્રૂમેમ્બર્સને રસ્તામાં મુસાફરને હેન્ડલ કરવું પડે છે, જેના કારણે આખી ફ્લાઇટની સલામતી જોખમાય છે.

એરલાઇન સ્ટાફને કાયદા પ્રમાણે અધિકાર છે કે જો કોઈ મુસાફર: નશામાં અસ્થિર રીતે ચાલતો હોય, ઉંચા સ્વરથી વાત કરતો હોય, ઝઘડાળુ વર્તન કરતો હોય, સ્ટાફની સૂચનાઓ માનતો ન હોય, તો તેને “Unruly Passenger” તરીકે લિસ્ટ કરી બોર્ડિંગ સંપૂર્ણપણે રોકી શકાય છે. કેટલીક વાર આવા મુસાફરો પર ફ્લાઈંગ બેન પણ લાગી શકે છે.

બહુવાર લોકો કહે છે કે “આપણે થોડુ પીધુ છે, નશો નથી।” પરંતુ નિર્ણય મુસાફર નહીં, એરપોર્ટ સિક્યુરિટી અને એરલાઇન સ્ટાફ લે છે. તેમનો એક નિર્ણય અંતિમ ગણાય છે.

દારુ પીધા પછી મુસાફરી કરી શકાય છે પણ અમુક શરતો સાથે. વિદેશી ફ્લાઈટ હોય તો તેમાં દારુ આપવામાં આવે છે. ખાસ કરીને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં. મુસાફર પોતે સંયમ રાખે તો તેને પીવાની છુટ છે. એટલે કે તમે ગુસ્સો, ઉંચા અવાજે કે કોઈ ધતિંગ કરી શકો નહીં.

કેટલાક મુસાફરો ફ્લાઇટમાં બેસ્યા પછી પણ વધુ પી લે છે, પરંતુ એરલાઇન પાસે તે બંધ કરવાની પણ મર્યાદા છે. જો સ્ટાફને લાગે કે તમે વધુ નશો કરી રહ્યા છો, તો તેઓ પીવાનું બંધ કરવા કહી શકે છે. આ તમામ નિયમો એક જ કારણ માટે છે અને તે છે મુસાફરોની સલામતી સૌ પ્રથમ.

અંતમાં દારૂ પીધા પછી મુસાફરી કરવી સંપૂર્ણપણે મનાઈ નથી, પરંતુ મર્યાદામાં પીવું, વ્યવહાર સંતુલિત રાખવો અને સિક્યુરિટી ચેક દરમિયાન શાંતિપૂર્ણ વર્તન રહેવું અત્યંત જરૂરી છે. નહિ તો વિમાનમાં બેસવાના બદલે તમને એરપોર્ટની બહાર મોકલી દેવામાં આવશે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
