કાનુની સવાલ: કોઈ અપરિણિત કપલ હોટલમાં રુમ બુક કરાવી શકે? જાણો ભારતીય કાયદો શું કહે છે
કાનુની સવાલ: આજકાલ અપરિણિત કપલ અમુક કારણોસર હોટલમાં રુમ બુક કરાવતા હોય છે. ભારતીય કાયદા મુજબ આ યોગ્ય છે કે નહી તેમજ જો હોટલમાં તમે પકડાઈ જાઉં તો કાયદો શું કાર્યવાહી કરશે.

હા, ભારતમાં એક અપરિણીત કપલો કાયદેસર રીતે સાથે હોટલનો રૂમ બુક કરાવી શકે છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી કે જે અપરિણીત કપલોને હોટલમાં રહેવાથી પ્રતિબંધિત કરે.

કાયદો શું કહે છે?: ભારતીય બંધારણ હેઠળ દરેક પુખ્ત વ્યક્તિને પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. જો બંને વ્યક્તિઓ 18 વર્ષથી વધુ ઉંમરના હોય અને પરસ્પર સંમતિથી હોટલમાં રોકાતા હોય, તો તે કાયદેસર રીતે માન્ય છે. ભારતીય દંડ સંહિતા (IPC) ની કોઈપણ કલમ હેઠળ તેને ગુનો ગણવામાં આવતો નથી.

પણ વ્યવહારમાં શું થાય છે?: કેટલીક હોટલો Couple-friendly નથી. સ્થાનિક પોલીસ અથવા સામાજિક દબાણને કારણે અપરિણીત યુગલોને રૂમ આપવાનો ઇનકાર કરી શકે છે. ઓળખ કાર્ડ માંગી શકે છે અને જો તેમની પાસે સ્થાનિક સરનામું ન હોય તો ના પાડી શકે છે.

તેથી એ મહત્વનું છે કે: ફક્ત "Couple-friendly hotels" બુક કરો. (જેમ કે OYO, FabHotels અથવા Goibibo પર ઉપલબ્ધ ફિલ્ટર). સરકારી ઓળખપત્ર - જેમ કે આધાર, PAN, પાસપોર્ટ વગેરે - સાથે રાખો. શાંતિ જાળવી રાખો અને કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ન કરો.

હોટેલ બુક કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: Hotel Typeમાં Couple-friendly પસંદ કરો. ઓરિજિનલ ID પ્રૂફ સાથે રાખો. નકલી આઈડી બતાવશો નહીં. તમારો વ્યવહાર Professional રાખો, મોટે મોટેથી ના બોલો કે ના કોઈને ડિસ્ટર્બ કરો.

શું પોલીસ હોટલમાં આવી શકે છે?: જો હોટલ કાયદેસર રીતે ચાલી રહી હોય અને બધું કાયદેસર હોય તો પોલીસને દખલ કરવાનો કોઈ અધિકાર નથી. પરંતુ ક્યારેક "moral policing" થાય છે. ખાસ કરીને નાના શહેરોમાં. તેથી હંમેશા પ્રતિષ્ઠિત હોટલ અને શહેરના સલામત વિસ્તારમાં રહો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
