Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s most beautiful temple : વિદેશથી પણ ખૂબ જ સુંદર છે ભારતના આ મંદિર, જરૂર બનાવો ફરવાનો પ્લાન

ભારતમાં માત્ર ઓડિશા રાજ્યમાં જ 700 થી વધુ મંદિરો છે. આ કારણથી તે ભારતના મંદિરના શહેર તરીકે ઓળખાય છે. આજે અમે તમને ભારતના તમામ સુંદર મંદિરોની મુલાકાતે લઈ જઈશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 1:54 PM
India's Most Beautiful Temple : ભારતમાં આવા ઘણા મંદિરો છે, જે સમગ્ર વિશ્વમાં પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતમાં માત્ર ઓડિશા રાજ્યમાં જ 700 થી વધુ મંદિરો છે. આ કારણથી તે ભારતના મંદિરના શહેર તરીકે ઓળખાય છે. આજે અમે તમને ભારતના તમામ સુંદર મંદિરોની મુલાકાતે લઈ જઈશું.

1 / 5
ખજુરાહો મંદિરોઃ   મધ્યપ્રદેશના ખજુરાહો મંદિરો તેમની સુંદરતા માટે જાણીતા છે. આ મંદિરો 900 AD થી 1130 AD ની વચ્ચે બાંધવામાં આવ્યા હતા. ખજુરાહો મંદિરને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. એમાં પાર્વતીજીની આકૃતિને ગોહ પર ચઢેલા દેખાડવામાં આવ્યા છે. પાર્વતી મંદિરની ડાબી તરફ વિશ્વનાથ મંદિર છે, જે ખજુરાહો ખાતેનું સૌથી વિશાળ મંદિર છે.

2 / 5
શોર ટેમ્પલઃ  તમિલનાડુના શોર ટેમ્પલ કોમ્પ્લેક્સમાં ઘણા મંદિરો છે. અહીંથી તમે સરળતાથી બંગાળની ખાડી જોઈ શકો છો. આ મંદિરો 8મી સદીમાં બનાવવામાં આવ્યા હતા. આ મંદિરમાં શિવ અને વિષ્ણુના મંદિરો આવેલા છે.

3 / 5
મીનાક્ષી અમ્માન મંદિર : તમિલનાડુનું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા તેને જોઈને જ બની જાય છે. અહીં દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. મીનાક્ષી મંદિરનું આખું નામ મીનાક્ષી સુંદરેશ્વર મંદિર કે મીનાક્ષી અમ્મા મંદિર છે. ભારતનાં તામિલનાડુ રાજ્યના મદુરાઈ નગરમાં સ્થિત એક ઐતિહાસિક મંદિર છે.

4 / 5
કેદારનાથ : કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં બરફથી ઢંકાયેલા હિમાલયના સુંદર પહાડોને જોવાનો એક અલગ જ અનુભવ થાય છે. કેદારનાથમાં ભગવાન શિવની પીઠની પૂજા થાય છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">