તમે કરીના કપૂરના આ લુક્સમાંથી લઈ શકો છો સ્ટાઇલિંગ ટિપ્સ, જુઓ PHOTOS
Fashion Tips : કરીના કપૂર દર વખતે તેની ફેશન સેન્સથી ટ્રેન્ડ સેટ કરતી જોવા મળે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક આઉટફિટમાં એક્ટ્રેસની આગવી સ્ટાઇલ હોય છે. આવો એક નજર કરીએ કરીનાના સ્ટાઇલિશ લુક્સ પર.

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે. કરીના જેવો લુક રિક્રિએટ કરવા માટે તમે અહીંથી આઈડિયા પણ લઈ શકો છો. આવો એક નજર કરીએ અભિનેત્રીના શ્રેષ્ઠ આઉટલૂક પર.

કરીનાને માત્ર વેસ્ટર્ન ડ્રેસ પહેરવાનું પસંદ નથી પણ તેને સાડી પહેરવાનું પણ પસંદ છે. અભિનેત્રી ઘણીવાર પ્રિન્ટેડ, પેસ્ટલ અને ડાર્ક શેડની સાડીઓમાં જોવા મળે છે. જો તમે સાડીમાં સ્ટાઈલિશ દેખાવા ઈચ્છો છો, તો તમે કરીનાના લુક્સમાંથી પણ પ્રેરણા લઈ શકો છો.

અભિનેત્રીને પ્રસંગ અને ટ્રેન્ડ પ્રમાણે તેની ડ્રેસિંગ સેન્સ રાખવાનું પસંદ છે. કરિના ઘણીવાર પાર્ટીઓમાં અલગ બોલ્ડ ડ્રેસ પહેરે છે.

બ્લેક કલરનું ગાઉન પાર્ટીઓ માટે યોગ્ય છે. જો તમે પણ પાર્ટી માટે બ્લેક ગાઉન પહેરવા માંગો છો, તો તમે આ પ્રકારના ઓફ શોલ્ડર ગાઉન લુકને રિક્રિએટ પણ કરી શકો છો.

કરીના તેની આંખો માટે કોહલ રિમ્ડ અને કાજલ આઈ મેકઅપનો ઉપયોગ કરે છે. આ અભિનેત્રીની સિગ્નેચર સ્ટાઇલ છે. આ પ્રકારનો આંખનો મેકઅપ અભિનેત્રીના લૂકને આકર્ષક બનાવે છે.