Navratri 2023: કન્યા પૂજન માટે છોકરીઓને ગિફ્ટમાં આપો આ વસ્તુઓ, આ આઈડિયા આવશે કામ
નોરતાના નવ દિવસની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવમા દિવસે એટલે કે નવમીના દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે અને કન્યાઓને ગિફ્ટ પણ આપવામાં આવે છે. આ વખતે તમે છોકરીઓને કંઈક અલગ વસ્તુઓ આપી શકો છો જે તેને કામ આવી શકે.

દીકરીને ગિફ્ટમાં પેન્સિલ, રબર, પેનથી લઈને કલર અને સ્ટડીની વસ્તુઓ આપો જે તેને સ્કૂલમાં પણ કામ આવી શકે.

જો દીકરીઓ ગિફ્ટમાં ટ્રેકિંગ ઘડિયાળ ગિફ્ટ કરો. આ ગિફ્ટ તેમની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઘડિયાળની મદદથી ઈમરજન્સીની સ્થિતિમાં બાળકોનું લોકેશન આસાનીથી જાણી શકાય છે.

નાની છોકરીઓને રંગબેરંગી એક્સેસરીઝ ગમે છે. કન્યા પૂજન વખતે તમે હેર ક્લિપ્સ, રંગબેરંગી હેર બેન્ડ, માળા વગેરે જેવી વસ્તુઓનું નાનું કોમ્બો પેક બનાવી અને ગિફ્ટ આપી શકો છો.

દીકરીઓ નાની હોય કે મોટી તેને ટેડી બિયર વધારે પસંદ હોય છે. તમે કન્યા પૂજન વખતે છોકરીઓને ટેડી બિયર ગિફ્ટ કરી શકો છો. આ ગિફ્ટ જોઈને તેના ફેસ પર સ્મિત આવી જશે.

હેલ્થની વાત કરીએ તો આ વખતે કન્યા પૂજન દરમિયાન સિડ્સ અને ડ્રાયફ્રૂટ્સના નાના પેકિંગ બનાવીને છોકરીઓને આપો. આ ગિફ્ટ તમારા બજેટમાં પણ આવી જશે. છોકરીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.