Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં કમલા હેરિસ હારતા જસ્ટીન ટ્રુડોએ વ્યક્ત કર્યું દુખ, મસ્કે કહ્યું-હવે કેનેડામાં તમારો વારો

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. પરંતુ યુએસએના પડોશી દેશ કેનેડામાં વડાપ્રધાન પદ માટેની ચૂંટણી આગામી વર્ષ 2025માં યોજાનાર છે. કેનેડાની ચૂંટણીને ધ્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ, અમેરિકામાં કમલા હેરિસની હાર અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, મહિલાઓની પ્રગતિ સામે લડી રહેલી ઘણી શક્તિઓ નથી ઈચ્છતી કે કમલા હેરિસ આગળ વધે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2024 | 2:23 PM
કેનેડાના PM ટ્રુડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કર્યું હતું. ટ્રુડોના આ કથન પર એલોન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર જોરદાર પ્રહારો કર્યા છે. એલોન મસ્કે કહ્યું છે કે જસ્ટિન ટ્રુડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે. ટ્રુડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કર્યુ હતુ. જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કમલા હેરિસની હાર એ મહિલાઓની પ્રગતિ પર હુમલો છે, જેના જવાબમાં મસ્કે વળતો પ્રહાર કરતા કહ્યું કે-હવે કેનેડામાં તમારો વારો છે.

1 / 6
જ્યારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસની હાર પર દુઃખ વ્યક્ત કર્યું ત્યારે એલોન મસ્કે તેમના પર વળતો શાબ્દિક પ્રહાર કર્યો. મસ્કે કહ્યું કે જસ્ટિન ટ્રુડો પણ સત્તામાંથી બહાર થઈ જશે. કેનેડામાં ઈક્વલ વોઈસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ટ્રુડોએ કહ્યું કે, મહિલાઓની પ્રગતિ સામે લડી રહેલી ઘણી શક્તિઓ નથી ઈચ્છતી કે કમલા હેરિસ આગળ વધે, પરંતુ આવું ના થવું જોઈએ.

2 / 6
ટ્રુડોએ કહ્યું કે આવું અમેરિકા ન થવું જોઈતું હતું. ભલે તે ક્યારેક મુશ્કેલ હોય, આપણે સતત પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ. ટ્રુડોએ કહ્યું કે તેઓ ગૌરવપૂર્ણ નારીવાદી છે અને હંમેશા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકામાં થોડા અઠવાડિયા પહેલા જ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી પરંતુ અમેરિકાએ બીજી વખત પોતાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિની પસંદગી ન કરવા માટે મતદાન કર્યું હતું.

3 / 6
ટ્રુડોના આ નિવેદન પર ટેસ્લાના વડા એલોન મસ્કએ સખત જવાબ આપ્યો છે. મસ્કે ટ્વીટ કર્યું કે જસ્ટિન ટ્રુડો હવે બહુ લાંબા સમય સુધી કેનેડામાં સત્તામાં નહીં રહે.

4 / 6
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી હતી અને તેમને કેનેડાના ગવર્નર કહ્યા. વાસ્તવમાં, તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પદ સંભાળતાની સાથે જ પ્રથમ કેનેડાથી આવતા સામાન પર વધુ 25 ટકા ટેરિફ લાદશે, જ્યાં સુધી કેનેડા, અમેરિકા આવતા ડ્રગ્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નિયંત્રિત ના કરે ત્યા સુધી આ વધારાના 25 ટકા ટેરિફ યથાવત રહેશે.

5 / 6
ટ્રમ્પની જાહેરાત બાદ ટ્રુડોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેનેડાના પીએમએ કહ્યું હતું કે, આ પ્રકારની ટેરિફ કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે. તેના પર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે, ટ્રુડોને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરતા ટ્રુડોને કેનેડાના ગવર્નર ગણાવ્યા હતા. ( તસવીરો સૌજન્ય-PTI )

6 / 6

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને લગતા અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">