Jioએ Anniversary પર આપી મોટી ભેટ, માત્ર 349 રુપિયામાં આપી રહ્યું 5G અનલિમિટેડ ડેટાનો લાભ
આ પ્લાનમાં, ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટા, ડિજિટલ ગોલ્ડ, OTT સબ્સ્ક્રિપ્શન અને શોપિંગ વાઉચર્સ મળી રહ્યા છે. એટલું જ નહીં, Jio એ વફાદાર ગ્રાહકોને પુરસ્કાર આપવા માટે એક વર્ષ લાંબી સરપ્રાઈઝ ઓફર પણ રજૂ કરી છે, જેમાં 12 વખત સમયસર રિચાર્જ કરવા પર 13મો મહિનો સંપૂર્ણપણે મફત રહેશે.

ભારતના ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર કંપની Jio એ તેની 9મી વર્ષગાંઠની ઉજવણી ધમાકેદાર ઓફરો સાથે શરૂ કરી છે. આ પ્રસંગે, Jio એ તેના ગ્રાહકો માટે 349 રૂપિયાનો સેલિબ્રેશન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન સાથે, Jio ઘણા બધા ફાયદાઓ ઓફર કરી રહ્યું છે, જે જાણીને તમે ચોંકી જશો.

આ પ્લાનમાં, ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટા, ડિજિટલ ગોલ્ડ, OTT સબ્સ્ક્રિપ્શન અને શોપિંગ વાઉચર્સ મળી રહ્યા છે. એટલું જ નહીં, Jio એ વફાદાર ગ્રાહકોને પુરસ્કાર આપવા માટે એક વર્ષ લાંબી સરપ્રાઈઝ ઓફર પણ રજૂ કરી છે, જેમાં 12 વખત સમયસર રિચાર્જ કરવા પર 13મો મહિનો સંપૂર્ણપણે મફત રહેશે.

Jio નો 349 રૂપિયાનો સેલિબ્રેશન પ્લાન એવા ગ્રાહકો માટે રજૂ કરવામાં આવ્યો છે જેઓ 349 રૂપિયા કે તેથી વધુના પ્લાનનો ઉપયોગ કરે છે. આ ઓફર 5 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે.

આ ઓફર હેઠળ, ગ્રાહકોને દૈનિક મર્યાદા વિના અનલિમિટેડ 5G ડેટા મળશે. આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ OTT સ્ટ્રીમિંગ, ગેમિંગ, ઓનલાઈન ક્લાસ કરે છે અથવા મોટી ફાઇલો ડાઉનલોડ કરે છે.

Jio Finance દ્વારા સોના પર 2% સુધીનું વધારાનું ડિજિટલ સોનું ઉપલબ્ધ થશે. આ પ્લાન ગ્રાહકોને બચત અને રોકાણ બંનેનો લાભ આપે છે.

આ પ્લાનમાં, ગ્રાહકોને 3000 રૂપિયા સુધીના સેલિબ્રેશન વાઉચર્સ મળશે. આમાં Hotstar, JioSaavn Pro, Zomato Gold, Netmeds, AJIO અને EaseMyTrip જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
