AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બે સુપર ઓવર, જાણો ક્રિકેટમાં “સુપર ઓવર” શું છે અને તેના નિયમો શું છે?

અમદાવાદમાં રમાયેલ T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવતાં ઈતિહાસ રચાયો. મેચનું પરિણામ નક્કી કરવા માટે પહેલીવાર બે સુપર ઓવરની જરૂર પડી. આ ઘટનાએ ક્રિકેટપ્રેમીઓમાં સુપર ઓવર અંગે ફરી ચર્ચા જગાવી છે. આવો જાણીએ સુપર ઓવર શું છે અને તેના મુખ્ય નિયમો કયા છે.

| Updated on: Feb 11, 2026 | 4:29 PM
Share
બુધવારે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં બંને ટીમોના સ્કોર બરાબર રહેતા પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવાયો. પહેલી સુપર ઓવર પણ ટાઈ રહેતા બીજી સુપર ઓવર રમાવવી પડી, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બન્યું.

1 / 7
આ પહેલા 2008માં T20 ક્રિકેટમાં સુપર ઓવરનો અમલ શરૂ થયો હતો. તે પહેલાં ટાઈ મેચનો નિર્ણય “બોલ-આઉટ” પદ્ધતિથી લેવાતો હતો, જે ફૂટબોલના પેનલ્ટી શૂટઆઉટ જેવો હતો.

2 / 7
બોલ-આઉટ પદ્ધતિમાં બંને ટીમના પાંચ ખેલાડીઓ સ્ટમ્પને બોલ મારીને ઢાળવાનો પ્રયાસ કરતા. બેટ્સમેન હાજર ન હોય અને જે ટીમ વધુ વખત સ્ટમ્પ હિટ કરે તે જીતતી. જો સ્કોર સમાન રહેતો તો બોલ-આઉટ આગળ વધારાતી. પરંતુ આ પદ્ધતિને બદલે વધુ રોમાંચક બનાવવા સુપર ઓવરનો સમાવેશ કરવામાં આવ્યો. 2011થી વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેનો અમલ શરૂ થયો.

3 / 7
સુપર ઓવર એટલે દરેક ટીમને એક-એક ઓવર બેટિંગ માટે આપવામાં આવે છે. મેચમાં જે ટીમ બીજા ક્રમે બેટિંગ કરે છે, તે સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરે છે. દરેક ટીમમાંથી વધુમાં વધુ ત્રણ બેટ્સમેન ભાગ લઈ શકે છે અને બે વિકેટ પડતા જ ઇનિંગ પૂર્ણ ગણાય છે.

4 / 7
મહત્વની બાબત એ છે કે એક જ ખેલાડી સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ બંને કરી શકતો નથી. બોલિંગ ટીમ નક્કી કરે છે કે કયા એન્ડ પરથી બોલિંગ કરવી.

5 / 7
જો સુપર ઓવર પણ ટાઈ થાય તો નિયમો અનુસાર બીજી સુપર ઓવર રમાય છે. અગાઉ 2019 વર્લ્ડ કપમાં બાઉન્ડ્રી ગણતરીના આધારે વિજેતા નક્કી કરવામાં આવતા હતા, પરંતુ હવે આ નિયમોમાં ફેરફાર થયો છે અને ટાઈ રહે તો વધુ સુપર ઓવર રમાય છે.

6 / 7
સુપર ઓવરમાં બનાવાયેલા રન અને લેવામાં આવેલી વિકેટ ખેલાડીઓના સત્તાવાર રેકોર્ડમાં ઉમેરાતી નથી. આ રીતે સુપર ઓવર ક્રિકેટને વધુ રોમાંચક અને નિષ્પક્ષ બનાવે છે. (PC: PTI/X)

7 / 7

IND vs PAK T20 WC Breaking : ભારત-પાકિસ્તાન ‘ક્રિકેટ યુદ્ધ’નો 74 વર્ષ જૂનો ઈતિહાસ, જાણો ત્રણેય ફોર્મેટમાં પહેલીવાર ક્યારે ટકરાયા હતા

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

g clip-path="url(#clip0_868_265)">