AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો આ 3 લક્ષણો દેખાય તો તરત જ દારૂ છોડો, નહીં તો લીવર ફેલ થવાનું જોખમ વધી જશે

દારૂની (Alcohol) સૌથી ખરાબ અસર લીવર પર થાય છે. વધુ પડતો દારૂ પીવાથી લીવર પર 'સ્કાર' (ડાઘ અથવા નિશાન) પડવા લાગે છે, જે લીવર પરના ઘા સમાન હોય છે.

| Updated on: Feb 09, 2026 | 4:41 PM
Share
વધુ પડતો દારૂ પીવાથી લીવર પર 'સ્કાર' (ડાઘ અથવા નિશાન) પડવા લાગે છે, જે લીવર પરના ઘા સમાન હોય છે. આ સ્થિતિને કારણે લીવર સીરોસિસ અને લાંબાગાળે લીવર ફેઈલ થવાનું જોખમ વધી જાય છે. ભલે તમે ક્યારેક-ક્યારેક અથવા ઓછી માત્રામાં દારૂનું સેવન કરતા હોવ પણ તે લીવર માટે નુકસાનકારક જ છે.

1 / 5
એવામાં જો શરીરમાં આ ત્રણ લક્ષણો દેખાય તો સમજી લેવું કે, દારૂ લીવર પર ખરાબ અસર કરી રહ્યો છે અને તેને તરત જ છોડી દેવો એ જ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

2 / 5
સવારે ઉઠતી વખતે ભારેપણું અનુભવવું: જો તમે રાત્રે થોડો પણ દારૂ પીધો હોય અને સવારે ઉઠતી વખતે માથું ભારે લાગે, એનર્જી સાવ ઓછી જણાય અથવા કોઈ કામ કરવાનું મન ન થાય, તો તે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત ઉલટી કે ઉબકા જેવું થવું, શરીરમાં કાયમી દુખાવો અને નબળાઈ અનુભવવી એ 'અર્લી લીવર ફેલિયર' (લીવર ખરાબ થવાની શરૂઆત) ના લક્ષણો છે. આનો અર્થ એ છે કે, તમારા લીવરે કામ કરવામાં મુશ્કેલી અનુભવવાનું શરૂ કરી દીધું છે અને તમારે તરત જ દારૂ બંધ કરી દેવો જોઈએ.

3 / 5
પેટની સમસ્યાઓમાં સતત વધારો થવો: બીજું લક્ષણ એ છે કે, જો તમને પેટને લગતી સમસ્યાઓ ખૂબ જ વધી રહી હોય, જેમ કે પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા આવવા, પેટ ભારે લાગવું, પેટમાં ગેસ થવો અથવા વારંવાર ઓડકાર આવવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે, દારૂ તમારા પાચનતંત્રના સ્તર (Gut line) ને નુકસાન પહોંચાડી રહ્યો છે. આથી, આલ્કોહોલનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ.

4 / 5
ઊંઘમાં ખલેલ પહોંચવી: જો રાત્રે તમારી ઊંઘ વારંવાર ઊડી જતી હોય, તમે પૂરી ગાઢ ઊંઘ (Deep sleep) ન લઈ શકતા હોવ અને સવારે ખૂબ જ આળસ તથા થાક અનુભવતા હોવ, તો તે ગંભીર બાબત છે. આ ઉપરાંત, રાત્રે જલદી ઊંઘ ન આવવી અથવા દારૂ પીધા વગર ઊંઘ જ ન આવવી એ સ્પષ્ટ સંકેત છે કે, આલ્કોહોલ પર તમારી નિર્ભરતા વધી રહી છે. આવી સ્થિતિમાં, તમારે તરત જ દારૂનું સેવન બંધ કરી દેવું જોઈએ.

5 / 5
(આ લેખમાં સૂચવવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈપણ પ્રકારના દાવાની અધિકૃતતાની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા લગાવો આ ‘3 વસ્તુ’, સવારે જોવા મળશે સાફ અને ચમકદાર ચહેરો

Follow Us
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">