Stock Market : 1200% થી વધુનું રિટર્ન ! સ્મોલ કેપ કેટેગરીનો આ શેર મલ્ટિબેગર બનવા તૈયાર, આમાં દાવ લગાવવો કે દૂરી બનાવવી?
સ્મોલ કેપ કેટેગરીનો શેર અત્યારે રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ નાના શેરે છેલ્લા 5 વર્ષમાં 1200% થી વધુનું વળતર આપ્યું છે.

શાંતિ એજ્યુકેશનલ ઇનિશિયેટિવ્સ (Shanti Educational Initiatives) નો શેર બુધવારે ફરી એકવાર રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેમાં દિવસ દરમિયાન થયેલા ઘટાડા બાદ નીચલા સ્તરેથી આશરે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

સ્મોલ કેપ કેટેગરીના આ સ્ટોકે શેરબજારમાં 176.50 રૂપિયાની સપાટી સ્પર્શીને ફરી એકવાર મલ્ટિબેગર સ્ટોક તરીકે પોતાની ચર્ચા જગાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોને 1200 ટકાથી વધુનું અધધ વળતર આપીને માલામાલ કર્યા છે.

ધ્યાન રાખવા જેવું એ છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળાના (Q3 FY26) પરિણામો નબળા રહ્યા છે, જેમાં કંપનીની કન્સોલિડેટેડ રેવન્યુ 71.6 ટકા ઘટીને 582.53 લાખ રૂપિયા અને નેટ પ્રોફિટ 73.6 ટકા ઘટીને 51.41 લાખ રૂપિયા નોંધાયો છે. તેમ છતાંય શેરમાં જોવા મળેલી તેજી એ રોકાણકારોનો કંપનીના લાંબાગાળાના એજ્યુકેશન બિઝનેસ મોડલ અને બ્રાન્ડ વેલ્યુ પરનો અતૂટ ભરોસો દર્શાવે છે.

વધુમાં, આ સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 77 ટકા, 6 મહિનામાં 73 ટકા અને 3 મહિનામાં 60 ટકા જેટલું શાનદાર રિટર્ન આપ્યું છે. મે 2025 માં 63.15 રૂપિયાના 52 વીક લો (Low) લેવલથી આ શેર અત્યાર સુધી 181 ટકા જેટલો રિકવર થયો છે, જ્યારે તે ડિસેમ્બર 2025 ના 200 રૂપિયાના હાઈ લેવલથી હજુ પણ 11 ટકા નીચે છે.

સંસ્થાકીય રોકાણકારોની વાત કરીએ તો, ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) આશરે 22.50 ટકા જેટલી મોટી હિસ્સેદારી ધરાવે છે, જે આ સ્મોલ કેપ સ્ટોકમાં મોટા પ્લેયર્સનો રસ સૂચવે છે. આ સિવાય પબ્લિકની હિસ્સેદારી 25.10% જેટલી છે અને પ્રમોટરનો હિસ્સો 52.24% ની આસપાસ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Stock Market: ખરીદો, રાખો અને કમાઓ! 1 શેર પર 800 રૂપિયા કમાવાની ‘મોટી તક’, રોકાણકારો ‘જેકપોટ’ માટે તૈયાર રહો
