AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એલર્ટ ! ફીડબેક ફોર્મથી ફસાવવાનો નવો પેંતરો, સગીરાને નિશાન બનાવી કર્યો ખંડણીનો ખેલ, શહેરમાં રોષ, જુઓ Video

હિંમતનગરમાં એક સગીરાને લવ જેહાદમાં ફસાવી ખંડણી માંગવાના પ્રકરણમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કલ્યાણ જ્વેલર્સમાંથી ફીડબેક ફોર્મ દ્વારા મેળવેલા ડેટાનો દુરુપયોગ કરી સગીરાને પરેશાન કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ગ્રાહક ડેટા સુરક્ષાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.

Breaking News : એલર્ટ ! ફીડબેક ફોર્મથી ફસાવવાનો નવો પેંતરો, સગીરાને નિશાન બનાવી કર્યો ખંડણીનો ખેલ, શહેરમાં રોષ, જુઓ Video
Breaking News Two arrested for attempting Love Jihad extortion Himatnagar
| Updated on: Feb 11, 2026 | 11:45 AM
Share

હિંમતનગરમાં લવ જેહાદ અને ખંડણીના એક ચકચારી કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક જાણીતા જ્વેલર્સ શો-રૂમમાં ખરીદી કરવા આવેલી સગીરાનો ડેટા દુરુપયોગ કરીને તેને લવ જેહાદમાં ફસાવવાનો અને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં પોલીસે સક્રિયતા દાખવી કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને જેલના હવાલે કર્યા છે.

ઘટનાની વિગતો અનુસાર એક ધનિક પરિવારની સગીરા કલ્યાણ જ્વેલર્સ, મોતીપુરા ખાતે ખરીદી કરવા ગઈ હતી. ખરીદીના અનુભવ અંગે પરિવારને એક ફીડબેક ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું હતું. આ ફીડબેક ફોર્મમાં સગીરાનો મોબાઈલ નંબર અને સરનામું જેવી અંગત વિગતો હતી. શો-રૂમમાં કામ કરતા વિધર્મી કર્મચારીઓએ આ અંગત વિગતોનો દુરુપયોગ કરીને સગીરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં ફોન અને મેસેજ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા, આરોપીઓએ સગીરાનો શારીરિક રીતે પીછો કરવાનું શરૂ કર્યું હતું.

આરોપીઓએ સગીરાના ફોટા વાયરલ કરીને તેને બદનામ કરવાની ધમકીઓ આપી હતી અને તેના પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયાની જબરદસ્તીથી ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા, હિંમતનગર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે બાતમીના આધારે RTO બાયપાસ રોડ પરથી ખંડણી માંગતા બે યુવકોને ઝડપી પાડ્યા હતા.

આ ઘટના સામે આવતા જ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આ મામલે સખત વલણ અપનાવ્યું હતું. તેમણે માંગ કરી છે કે આરોપીઓને એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં કોઈને પણ લવ જેહાદનો વિચાર પણ ન આવે. વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં તેમણે ગ્રાહકોની અંગત માહિતી સુરક્ષિત રાખવાની અને શોરૂમ્સ દ્વારા ફીડબેક ફોર્મ કે અન્ય માધ્યમોથી મેળવવામાં આવતી વ્યક્તિગત વિગતોનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાની રજૂઆત કરી છે.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ 2023ના કડક અમલની પણ માંગ કરી છે. તેમણે જણાવ્યું કે એક વિધર્મી દ્વારા સગીર બાળકીનો ડેટા ફીડબેકના નામે મેળવી તેનો મિસયુઝ કરી ધાકધમકીઓ આપી અને છેડતીનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રકારના ગુનાઓને રોકવા અને ગ્રાહકોની ગોપનીયતા જાળવવા માટે દરેક મોલ અને શોરૂમ્સમાં DPDP એક્ટનો સંપૂર્ણ અમલ થવો ફરજિયાત છે. હિંમતનગર પોલીસ હાલ આ મામલે જ્વેલર્સ પાસેથી કર્મચારીઓની વિગતો સહિતની તમામ જાણકારીઓ મેળવીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

આમ આદમી પાર્ટીને મોટો ફટકો! બોટાદ હિંસા બાદ રાજુ કરપડાનું રાજીનામું, સ્થાનિક ચૂંટણી પહેલા ખળભળાટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
g clip-path="url(#clip0_868_265)">