T20 World Cup Breaking : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, અભિષેક શર્મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, નામિબિયા સામે રમશે?
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ યુએસએ સામેની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં ભાગ લીધો હતો, પરંતુ મેચ બાદ તેની તબિયત બગડી ગઈ હતી અને તેણે હોસ્પિટલઅ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી, બીજી મેચમાં તેના રમવા અંગે શંકા છે. જો કે મેચના એક દિવસ પહેલા હવે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જો કે તેના રમવા અંગે સસ્પેન્સ યથાવત છે.

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપમાં ખેલાડીઓની ફિટનેસની સમસ્યાથી પરેશાન છે. ટુર્નામેન્ટ પહેલા જ બે ખેલાડીઓની ઇજાએ ટીમને મુશ્કેલીમાં મૂકી હતી, અને હવે સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની બગડતી તબિયત ચિંતાઓમાં વધારો કરી રહી છે.

નામિબિયા સામેની ટુર્નામેન્ટની બીજી મેચ પહેલા અભિષેકને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મેચમાં તેના રમવા અંગે શંકા ઉભી થઈ હતી. અભિષેકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ટીમને હવે થોડી રાહત મળી છે.

ગુરુવાર, 12 ફેબ્રુઆરીના રોજ, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાની બીજી ગ્રુપ સ્ટેજ મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા નામિબિયા સામે ટકરાશે. ભારતીય ટીમે પોતાની પહેલી મેચ યુએસએ સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.

જોકે, આ મેચ દરમિયાન અભિષેક બીમાર પડી ગયો હતો, અને ત્યારથી તેનું સ્વાસ્થ્ય ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યું છે. આ કારણે, તે બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સત્રમાં ભાગ લઈ શક્યો ન હતો અને પછી અચાનક હોસ્પિટલમાં દાખલ થયો હતો.

અભિષેકના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા ત્યારથી, ભારતીય ચાહકો ચિંતિત હતા કે તે બીજી મેચમાં રમી શકશે કે નહીં. હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મેચના એક દિવસ પહેલા થોડી રાહત મળી. PC: PTI/X)
T20 WC Breaking : અમદાવાદમાં આફ્રિકા સામે હાર સાથે અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી લગભગ બહાર, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
