સુરતમાં અજીબોગરીબ ચોરી, 48 ઘરને નિશાન બનાવ્યા, બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
સુરતના રાંદેર વિસ્તારમાં એક 'ચપ્પલ ચોર'નો આતંક જોવા મળ્યો છે. એક જ રાતમાં 48 ઘરોમાંથી મોંઘા બૂટ-ચપ્પલની ચોરી થઈ, જ્યારે અન્ય કોઈ વસ્તુને હાથ અડાડવામાં આવ્યો નથી.
સુરતના રાંદેર વિસ્તારમાં અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક ‘ચપ્પલ ચોર’એ આખા વિસ્તારમાં આતંક મચાવ્યો છે. માત્ર એક જ રાતમાં આરોપીએ 48 જેટલા ઘરોને નિશાન બનાવી મોંઘા બૂટ અને ચપ્પલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, અડધી રાત્રે તસ્કર ગલીઓમાં ફરીને ઘરના બહાર રાખેલા પગરખાં પર જ હાથ સાફ કરતો હતો. ખાસ વાત એ છે કે ચોરે અન્ય કોઈ સામાનને હાથ લગાવ્યો નથી. તેણે માત્ર પસંદગીના અને મોંઘા બૂટ-ચપ્પલ જ ઉઠાવ્યા હતા.
ચોરી કર્યા બાદ આરોપી બે મોટા થેલાં બૂટ-ચપ્પલથી ભર્યા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV દ્રશ્યો આસપાસના મકાનોમાં કેદ થઈ ગયા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
CCTV ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને આશ્ચર્ય ફેલાયું છે. લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ચોરે ખાસ પગરખાંને જ કેમ નિશાન બનાવ્યા અને એક જ રાતમાં એટલા મોટા પાયે ચોરી કેવી રીતે કરી.
ફિલહાલ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને વાયરલ CCTVના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે લોકોને સતર્ક રહેવા અને ઘરના બહાર મોંઘા પગરખાં ન મૂકવા અપીલ કરી છે.
ભાવનગર પોલીસે 181 સાયલેન્સર કચડી નાખ્યા, જુઓ Video
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
