AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Girl : T20 વર્લ્ડ કપ દરમ્યાન ડાન્સ કરતી જોવા મળેલી આ સુંદરી કોણ છે ? આખા દેશમાં છે ચર્ચા.. જુઓ Photos

ભારત vs USA મેચ દરમિયાન ડાન્સ કરતી જોવા મળેલી છોકરી કોણ છે, તે પ્રશ્ન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ICC T20 વર્લ્ડ કપ 2026ની મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં કેમેરાએ પકડી લીધેલા આ ક્ષણે દર્શકોનું ધ્યાન ખેંચી લીધું હતું.  

| Updated on: Feb 10, 2026 | 3:51 PM
Share
ક્રિકેટ વર્લ્ડ કપ જેવી મોટી મેચોમાં કેમેરામેનની નજરમાંથી કંઈ પણ બચતું નથી. ભારત અને યુએસએ વચ્ચેની ICC T20 World Cup 2026 મેચ દરમિયાન, વાનખેડે સ્ટેડિયમમાં બેઠેલી તન્વી ગડકરી કેમેરામાં કેદ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન Suryakumar Yadav ના શાનદાર શોટ બાદ કેમેરો સીધો દર્શકગણ તરફ ફર્યો, જ્યાં તન્વીનો ઉર્જાભર્યો ડાન્સ લાઈવ ટીવી પર દેખાયો. આ ક્ષણ જોતજોતામાં વાયરલ થઈ ગઈ.

1 / 6
આ વીડિયો ખાસ એટલા માટે પણ ચર્ચામાં રહ્યો કારણ કે તન્વીની ખુશી અને ઊર્જા સ્પષ્ટ દેખાઈ રહી હતી. પ્રેક્ષકો વચ્ચે બેઠા બેઠા ડાન્સ કરતી તેણીનો આનંદ મેચના માહોલને વધુ જીવંત બનાવતો હતો. સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી ફેલાઈ ગઈ અને તન્વી ટ્રેન્ડ કરવા લાગી.

2 / 6
તન્વીએ પોતે આ વાયરલ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે આ તેની સ્ટેડિયમમાં જોઈેલી પહેલી ક્રિકેટ મેચ હતી અને અચાનક કેમેરાએ લાઈવ ટીવી પર તેનું નૃત્ય કેદ કરી લીધું. તેના ચાહકો માટે આ ક્ષણ વધુ ખાસ બની ગઈ.

3 / 6
તન્વી ગડકરી મુંબઈ સ્થિત અભિનેત્રી, નૃત્યાંગના અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તેણે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘કેમ્પસ બીટ’ જેવી વેબ સિરીઝમાં રીહાન્ના તરીકેની ભૂમિકાથી તેણીને સારી ઓળખ મળી હતી.

4 / 6
આ ઉપરાંત, ‘જમનાપાર’ જેવી અન્ય વેબ સિરીઝમાં પણ તન્વીએ અભિનય કર્યો છે અને અનેક મ્યુઝિક વીડિયોમાં પોતાની નૃત્ય પ્રતિભા દર્શાવી છે. તેના ડાન્સ વીડિયો અને લાઇફસ્ટાઇલ કન્ટેન્ટને કારણે ઇન્સ્ટાગ્રામ પર તેને મોટો ફેનબેઝ મળ્યો છે.

5 / 6
અભિનેત્રી હોવા ઉપરાંત, તન્વી એક સક્રિય કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ ઓળખાય છે. નિયમિત રીતે ડાન્સ રીલ્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ વીડિયો શેર કરીને તેણે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની અલગ ઓળખ બનાવી છે. વાયરલ થયેલા આ ક્રિકેટ મેચના વીડિયોએ તેની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો છે.

6 / 6

ધોતી-કુર્તા પહેરી ચોગ્ગા- છગ્ગાનો વરસાદ કર્યો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">