ગેરકાયદેસર અમેરિકા જનાર ગુજરાતના યુવક-યુવતીને અજરબૈજાનમાં બનાવ્યા હતા બંધક, સરકારની દખલગીરી બાદ થયો છુટકારો
ગેરકાયદેસર અમેરિકા જનાર યુવક-યુવતીને અજરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા, પરિવારજનો જોડે વોટ્સેપ પર વિડિયો કોલ કરી 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી હતી, આણંદના સાંસદ અને વિદેશ મંત્રાલયની મહેનત લાવી રંગ.
આણંદના વાસદ અને ઝાંખરીયાના બે શખ્સોને માનવ તસ્કરીના નેટવર્કમાંથી હેમખેમ છોડાવવામાં આવ્યા છે. મુંબઈના એજન્ટોની છેતરપિંડીનો શિકાર બનેલા આ ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારે ખાસ અભિયાન હાથ ધર્યું હતું.
અમેરિકા જવાના સપના પાછળ છેતરપિંડીનો ભોગ બનેલા આણંદ જિલ્લાના બે ગુજરાતી યુવક-યુવતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વાસદની યુવતી અને ઝાંખરીયાના યુવકને અજરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા, જેમને હવે ભારત સરકારના ‘ઓપરેશન મહીસાગર’ હેઠળ સફળતાપૂર્વક છોડાવી લેવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, મુંબઈના એજન્ટોએ આ બંનેને કેનેડા વાયા અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. જોકે, તેમને અજરબૈજાન લઈ જઈ કેદ કરવામાં આવ્યા હતા. અપહરણકારોએ યુવકને માર મારતો વીડિયો વોટ્સએપ પર મોકલી પરિવાર પાસે 65 લાખ રૂપિયા પડાવ્યા હતા અને વધુ નાણાં ન મળે તો તેમની કિડની વેચી મારવાની ક્રૂર ધમકી પણ આપી હતી.
આ મામલે આણંદના સાંસદે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહ મંત્રાલયમાં તાકીદે રજૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયની ટીમોએ સંયુક્ત કામગીરી કરી બંનેને મુક્ત કરાવ્યા છે. આણંદ ગ્રામ્ય પોલીસ અને LCBએ આ માનવ તસ્કરીના રેકેટમાં સંડોવાયેલા પાંચ શખ્સો સામે ગુનો નોંધી એજન્ટોને ઝડપવાની કાર્યવાહી તેજ કરી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ બંનેને ભારત પરત લાવવામાં આવશે.
Input Cridet: Dharmendr Kapasi
Bharat Taxi vs Ola vs Uber : ટેક્સી ભાડામાં મોટો તફાવત : કઈ કંપની વસૂલે છે સૌથી ઓછું ભાડું ? Ola vs Uber vs Bharat taxi, વાંચવા માટે અહીં ક્લિક કરો
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
