AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 World Cup Breaking : ભારત-પાકિસ્તાન મેચ પહેલા કોલંબોમાં હોટલના ભાવ આસમાને, દિલ્હી-મુંબઈથી કોલંબો ફ્લાઈટનો રેટ 1 લાખને પાર

ICC, PCB અને BCB વચ્ચેની ચર્ચા બાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપનો ગ્રુપ સ્ટેજ મુકાબલો રમાશે તેની સત્તાવાર પુષ્ટિ થતાં જ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉથલપાથલ મચી છે. દિલ્હી અને મુંબઈથી કોલંબો જતી ફ્લાઇટોના ભાડા અચાનક વધી ગયા છે અને હોટલ દરો પણ ડબલ થઈ ગયા છે.

| Updated on: Feb 11, 2026 | 5:30 PM
Share
ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ટક્કર અંગે થોડા દિવસોથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે થયેલી આંતરિક ચર્ચાઓ બાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ યોજાશે તે નક્કી થયું. આ જાહેરાત બાદ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે અને મેચને લઈ પ્રવાસની માંગ અચાનક વધી ગઈ છે.

1 / 5
મેચની સત્તાવાર જાહેરાત પછી સૌથી વધુ અસર હવાઈ મુસાફરીના ભાડા પર જોવા મળી છે. દિલ્હીથી કોલંબો જવા માટે જે રિટર્ન ટિકિટ સામાન્ય રીતે લગભગ ₹30,000 સુધી ઉપલબ્ધ હતી, તે હવે ₹90,000થી વધુ પહોંચી ગઈ છે. કેટલીક ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસની એકતરફી નોન-સ્ટોપ ટિકિટ ₹65,000થી ₹1.45 લાખ સુધી દર્શાવવામાં આવી રહી છે. બિઝનેસ ક્લાસ માટે ભાડું તો અંદાજે ₹1.90 લાખની આસપાસ પહોંચી ગયું છે.

2 / 5
મુંબઈથી કોલંબો જતી લગભગ ત્રણ કલાકની ફ્લાઇટ માટે પણ ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. 15 ફેબ્રુઆરી આસપાસની તારીખો માટે મુસાફરોને ₹40,000 કે તેથી વધુ ખર્ચવા પડી રહ્યા છે, જે સામાન્ય ભાડાની તુલનાએ ઘણું વધારે છે. ટુરિઝમ  એજન્સીઓ મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં કોલંબો રૂટ પર બુકિંગમાં અચાનક ઉછાળો આવ્યો છે અને ઉપલબ્ધ સીટો ઝડપથી ભરાઈ રહી છે.

3 / 5
હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 14 અને 15 ફેબ્રુઆરીની રાત્રિ માટે કોલંબોની ફાઈવ સ્ટાર હોટલોમાં ડબલ રૂમનું ભાડું ₹1.05 લાખ સુધી પહોંચી ગયું છે, જ્યારે સામાન્ય દિવસોમાં આ જ રૂમ ₹40,000થી ₹50,000 વચ્ચે મળે છે.

4 / 5
ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચને લઈને હજારો ભારતીય ચાહકો કોલંબો પહોંચવાની તૈયારીમાં હોવાથી શહેરમાં હોટલ અને ટુરિઝમ બંને ક્ષેત્રોમાં જોરદાર તેજી આવી છે. આ મેચના આયોજનથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડની સાથે શ્રીલંકાના હોટલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. (PC: PTI/X)

5 / 5

T20 WC Breaking : T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બે સુપર ઓવર, જાણો ક્રિકેટમાં “સુપર ઓવર” શું છે અને તેના નિયમો શું છે?

Follow Us
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ

સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી

સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો

આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ

અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

g clip-path="url(#clip0_868_265)">