AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાવાગઢમાં બેશરમીનો LIVE ડ્રામા! મંદિરના રસ્તે યુવતીની છેડતીની હરકત કેમેરામાં કેદ, Video Viral

પાવાગઢ મંદિરના રસ્તે એક યુવતીને ત્રણ યુવકો દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો યુવતીએ જાતે રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયો મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવે છે, જોકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Breaking News : પાવાગઢમાં બેશરમીનો LIVE ડ્રામા! મંદિરના રસ્તે યુવતીની છેડતીની હરકત કેમેરામાં કેદ, Video Viral
Breaking News Young woman faces harassment on Pavagadh Temple road vadodara
| Updated on: Feb 11, 2026 | 9:49 AM
Share

પાવાગઢ : જ્યાં લોકો માઁ કાળિકાના દર્શન માટે શ્રદ્ધા સાથે માથું ઝુકાવે છે, ત્યાં જ એક યુવતીને પોતાની ઇજ્જત બચાવવા માટે મોબાઈલ કેમેરો ઉંચકવો પડે, આ હકીકત માત્ર ચોંકાવનારી નથી, પરંતુ સમાજના ચહેરા પર પડેલો કરકસર ભર્યો થપ્પડ છે!

2 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે “યાત્રાધામ” શબ્દ માત્ર બોર્ડ પર લખાયેલો છે,  એક યુવતી પાવાગઢ મંદિર તરફ પગપાળા જઈ રહી હતી ભક્તિમાં લીન, શ્રદ્ધામાં તલ્લીન. પરંતુ રસ્તામાં ત્રણ યુવકો તેના પીછો કરતાં જોવા મળ્યા. પીછો માત્ર પગલાંનો નહોતો એ હતો અશ્લીલ ઈરાદાઓનો.

યુવકો ગીતો ગાઈ રહ્યા હતા “તુજકો હી દુલ્હન બનાઉંગા…” જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય રચી રહ્યા હોય. પરંતુ આ કોઈ સિનેમા નહોતું. આ એક યુવતીનો જીવંત ડર હતો. શબ્દો ગોળીઓ જેવા વાગતા હતા. રસ્તો લાંબો લાગતો હતો અને ભક્તિનો માર્ગ ભયમાં બદલાઈ ગયો હતો.

પરંતુ આ કહાનીમાં એક હિંમત છે

યુવતીએ ડરીને મૌન ધારણ કર્યું નહીં. તેણે મોબાઈલ બહાર કાઢ્યો અને સમગ્ર ઘટનાક્રમ રેકોર્ડ કર્યો. એકલી હોવા છતાં તે ઝૂકી નહીં. એ વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે માત્ર પોતાની સાથે થયેલી છેડતીનો પર્દાફાશ જ કર્યો નથી, પરંતુ સમાજને સાચો અરીસો દેખાડ્યો છે.

વિડિયો વાયરલ થયો…

આ વીડિયો વાયરલ થતા અનેક લોકોનો ગુસ્સો કોમેન્ટ સેકશનમાં રોષની આગની જેમ ભભૂકી ઉઠ્યો. “મહિલાઓ સુરક્ષિત નથી?” “પવિત્ર સ્થળે પણ આવી હરકત?” “પોલીસ શું કરી રહી છે?” આવા સવાલો ગુંજવા લાગ્યા.

પરંતુ સૌથી મોટો સવાલ હજુ બાકી છે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કેમ નથી? શું તંત્ર વિડિયો વાયરલ થવાની રાહ જોતું હતું? શું કાર્યવાહી માટે ‘ટ્રેન્ડિંગ’ જરૂરી છે?

સરકાર મહિલાઓની સુરક્ષા માટે અનેક યોજનાઓની જાહેરાત કરે છે. અભિયાન ચાલે છે. સૂત્રો બોલાય છે. પરંતુ જમીન પર હકીકત શું છે? જો યાત્રાધામના રસ્તે પણ એક યુવતી સુરક્ષિત ન હોય, તો પછી સુરક્ષા ક્યાં છે?

આ ઘટના માત્ર એક યુવતીની નથી.

આ દરેક બહેન-દીકરીના મનમાં બેઠેલા ડરની કહાની છે. પ્રશ્ન માત્ર ત્રણ યુવકોનો નથી પ્રશ્ન છે એવી માનસિકતાનો, જે મહિલાને રસ્તા પર એકલી જોઈને તેને ‘મનોરંજન’ સમજે છે.

સમાજને હવે નક્કી કરવું પડશે શું અમે માત્ર વિડિયો શેર કરીને ગુસ્સો ઉતારશું? કે પછી એવી કડક વ્યવસ્થા માંગશું કે ફરી કોઈ યુવતીને ભક્તિની વચ્ચે ભયનો સામનો ન કરવો પડે?

પાવાગઢની પવિત્ર ધરતી પર બનેલી આ ઘટના ચેતવણી છે. જો હવે પણ તંત્ર અને સમાજ ન જાગે, તો ‘યાત્રાધામ’ શબ્દનો અર્થ ખોખલો બની જશે. સમય આવી ગયો છે, મહિલા સુરક્ષા સૂત્ર નહીં, સંકલ્પ બનવો જોઈએ.નહીંતર ભક્તિનો માર્ગ હંમેશા ભયથી ઘેરાયેલો જ રહેશે..

રેલવે ટ્રેક પર 10 સિંહ! એક સેકન્ડ મોડું પડ્યું હોત તો… આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં
કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?
કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?
g clip-path="url(#clip0_868_265)">